રાજ્યમાં આજકાલ સમાજના બંધારણ બનાવવાનો ટ્રેન્ડ ચાલતો હોય એવો માહોલ બની રહ્યો છે.ઠાકોર સમાજ રબારી સમાજ પટેલ સમાજ બાદ હવે બ્રહ્મ સમાજ પણ આ બંધારણ બનાવવા અને બિનજરૂરી ખર્ચા અટકાવવા માટે તૈયાર થયો છે.ગાંધીનગર ખાતે આજે ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષાના કન્વીનરો અને આગેવાનોની બેઠક યોજાઈ.
નિયમો અંગે નિર્ણય કરવામાં આવશે
આગામી દિવસોમાં જનારી કારોબારી બેઠકમાં બ્રહ્મ સમાજના બંધારણ અને તેના નિયમો અંગે નિર્ણય કરવામાં આવશે.દેખાદેખી વા લાખો અને કરોડો રૂપિયાનો લગ્ન ખર્ચ કરવામાં આવે છે એમાં ઘટાડો કરી સાદાઈથી લગ્ન કરવા જેવી બાબતો પણ ઉમેરવામાં આવશે.આગેવાનોએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે દેખાદેખીમાં પરિવાર દેવા ના બોજ હેઠળ વર્ષો સુધી દબાયેલો રહે છે.









