અમદાવાદમાં પોલીસ કમિશનર જી.એસ.મલિકે આજે ક્રાઇમ કોન્ફરન્સ યોજી હતી. ત્યારબાદ પત્રકારોને સંબોધતા પોલીસ કમિશનરે કહ્યું હતું કે અમદાવાદમાં ક્રાઈમ હવે કાબુ હેઠળ છે અને 2025માં ઘણાં ક્ષેત્રોમાં ગુનાઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.


[[$googlead]]

ગુનાઓમાં નોંધપાત્ર ઘટાડો

તેમણે કહ્યું હતું કે શરીર સંબંધી ગુનાઓમાં 2025માં ઘટાડો નોંધાયો છે, તેમજ મિલકત સંબંધી ગુનાઓમાં 32 ટકાનો ઘટાડો થયો છે. હત્યાના ગુનામાં 100 ટકા ડિટેક્શન થયું છે. 2023ની સરખામણીમાં ગુનાઓની ડિટેક્શન અને તપાસનો દર વધ્યો છે, જે પોલીસની કામગીરીને વધુ અસરકારક બનાવે છે. કમિશનર જી.એસ.મલિકએ કહ્યું કે, સાયબર ક્રાઈમ અને ટ્રાફિક સમસ્યાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. પોલીસ દ્વારા ટ્રાફિક પર કાબુ મેળવવા માટે મહેનત કરી રહી છે.

[[$alsoread]]
  • Follow us on: