રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં ૭૭મા પ્રજાસત્તાક પર્વની અમદાવાદ જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટર, મકરબા ખાતે દેશભક્તિના જોમ અને ઉત્સાહ સાથે કરવામાં આવી હતી.નાયબ મુખ્યમંત્રીએ આ ગરિમાપૂર્ણ સમારોહમાં રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો અને સલામી આપી હતી તથા શિસ્તબદ્ધ પરેડનું નિરીક્ષણ કર્યું હતું. ત્યાર બાદ પોલીસ દળો દ્વારા રાષ્ટ્રીય સલામી સાથે પ્રભાવશાળી માર્ચ પાસ્ટ રજૂ કરવામાં આવી હતી. આ અવસરે સમગ્ર મકરબા પોલીસ ગ્રાઉન્ડ 'ભારત માતા કી જય' અને 'વંદે માતરમ'ના નાદથી ગૂંજી ઉઠ્યું હતું.


[[$googlead]]

ગુજરાત પોલીસ રક્ષાની કાજે અડીખમ છે : હર્ષ સંઘવી

રાજ્ય સરકાર 'ઝીરો ટોલરન્સ'ની નીતિ સાથે આગળ વધી રહી છે.ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ સખત કાર્યવાહી કરતા અત્યાર સુધીમાં 5,482 જેટલા ડ્રગ્સ પેડલરોને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. મહિલા સુરક્ષા અંગે વાત કરતા તેમણે ઉમેર્યું હતું કે, દીકરીઓ પર અત્યાચાર ગુજારનારા 14 નરાધમોને ફાંસીની સજા અપાવી ગુજરાત દેશભરમાં ઝડપી ન્યાય પ્રક્રિયામાં ટોચના ક્રમે છે. આ ઉપરાંત, 907 ગુનેગારોને આજીવન કેદ અને 1,500થી વધુ કેસોમાં માત્ર 15 થી 30 દિવસમાં ચાર્ટશીટ દાખલ કરી પોલીસે રેકોર્ડબ્રેક કામગીરી કરી છે.રાજ્યમાં સંગઠિત ગુનાખોરી ડામવા માટે 'ગુજસીટોક' હેઠળ કડક કાર્યવાહી કરાઈ રહી છે, જેમાં વર્ષ 2025માં જ 338 ગુંડાઓને જેલભેગા કરાયા છે.ગુંડા તત્વો દ્વારા કરાયેલા ગેરકાયદેસર દબાણો હટાવીને તે જમીનનો ઉપયોગ નાગરિકોના હિતમાં કરવાની નેમ પણ તેમણે આ તકે વ્યક્ત કરી હતી.તેમણે કહ્યું હતું કે, ગુજરાત પોલીસ રક્ષા કાજે અડીખમ છે.

[[$alsoread]]
  • Follow us on: