હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે ગુજરાતમાં સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સહિત વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો છે. ચૈત્ર મહિનામાં ચોમાસાનો માહોલ જોવા મળ્યો છે.અમદાવાદ શહેર અને જિલ્લામાં કેટલાક સ્થળોએ ભારે પવન ફૂંકાયો છે અને ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ હતી.ભારે પવનને કારણે રસ્તાઓ પર ધુળની ડમરીઓ ઉડી હતી. રસ્તે પસાર થનારા વાહન ચાલકો પવનને કારણે મુશ્કેલીમાં મુકાયા હતાં.


[[$googlead]]

20 વૃક્ષો ધરાશાયી થયા હોવાની વિગતો

અમદાવાદ શહેરમાં ભારે પવનને કારણે 20 વૃક્ષો ધરાશાયી થયા હોવાની વિગતો સામે આવી છે. અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 20 વૃક્ષો ધરાશાયી થયા હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે.અમદાવાદના નારોલ,ઈસનપુર અને મણીનગર સહિતના વિસ્તારોમાં 15થી 20 કિ.મીની ઝડપે પવન ફૂંકાયો હતો. S.G. હાઈવે, વસ્ત્રાપુર, મેમનગર, વિજય ચાર રસ્તા પાસે વરસાદ વરસ્યો હતો. ભારે પવનને કારણે મેટ્રો કોર્ટની બારીના કાચ તૂટ્યા હતાં. કોર્ટ કેમ્પસમાં બેરિકેડ પણ પડી ગયા હતાં. રાયપુર દરવાજા સિધ્ધિની પોળમાં વૃક્ષ ધરાશાઈ થતાં આસપાસના વાહનમાં નુકશાન થયું હતું. રોડ પર જતી ગાડી પર વૃક્ષ ધરાશાયી થતાં ગાડીને પણ નુકસાન થયું હતું. અચાનક આવી ઘટના બનતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.


[[$alsoread]]

  • Follow us on: