PM નરેન્દ્ર મોદી આગામી 28 ફેબ્રુઆરીના રોજ ફરી એકવાર પોતાના વતન ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ અમદાવાદના સાણંદ ખાતે મહત્વકાંક્ષી પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરીને રાજ્યને નવી વિકાસની ભેટ આપશે.નિર્ધારિત કાર્યક્રમ અનુસાર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બપોરે 3:30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચશે. એરપોર્ટ પર તેમના સ્વાગત માટે રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી રહી છે.


[[$googlead]]

સાણંદમાં હાઈટેક ભેટ

આ પ્રવાસનો મુખ્ય હેતુ સાણંદમાં સ્થાપિત કરવામાં આવેલા માઈક્રોન (Micron) ના સેમિકંડક્ટર યુનિટનું ઉદ્ઘાટન કરવાનો છે. ભારતને સેમિકંડક્ટર ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાના લક્ષ્યાંક સાથે આ યુનિટ અત્યંત મહત્વનું માનવામાં આવે છે. આ યુનિટ શરૂ થવાથી ગુજરાત ગ્લોબલ સેમિકંડક્ટર હબ તરીકે ઉભરી આવશે અને હજારો લોકોને રોજગારીની તકો પણ મળશે.


[[$alsoread]]

  • Follow us on: