પંજાબના આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાત પ્રવાસે આવ્યા છે. તેમણે પંજાબની જનતા માટે અમલી કરાયેલી યોજનાની માહિતી આપી હતી. તેમણે મુખ્યમંત્રી હેલ્થ યોજનાના હેલ્થ કાર્ડ અંગેની પણ માહિતી આપી હતી. પંજાબના લોકો 10 લાખ સુધીની સારવાર કરાવી શકે છે. કોઈને પણ કોઈ બીમારી ના થાય તેવી પ્રાર્થના છે. ઘણી બિમારીઓ ઘરને બરબાદ કરે છે. સારવાર માટે જમીન અને દાગીના ગીરવે મુકવા પડે છે. આ યોજનામાં આવકને લગતી કોઈ શરત નથી. 10 લાખ પ્રતિ કુટુંબ સારવાર માટેની યોજના શરૂ કરાઈ છે.


[[$googlead]]

હવે પંજાબમાં કોઈ વ્યક્તિ સારવારથી વંચિત નહીં રહે

આ યોજનાનો લાભ લેવા માટે કોઈ કાર્ડની જરૂર નથી. આ યોજના માટે રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. દેશમાં આઝાદી પછી કોઈ પાર્ટીએ જનતાનું વિચાર્યું નથી. પંજાબમાં એક વર્ષમાં પરિવારો 10 લાખ સુધીની સારવાર કરાવી શકશે. કેટલીક જગ્યાએ દાંત અને આંખો જેવી બિમારી કવર નથી થતી. પંજાબમાં આ પ્રકારની સેવાઓ પણ મુખ્યમંત્રી સેહત યોજનામાં કવર કરવામાં આવી છે. ગુજરાતની જેમ ગણી ગાંઠી હોસ્પિટલો નહીં પંજાબના તમામ જિલ્લાઓમાં નામાંકિત હોસ્પિટલોમાં લોકો સારવાર લઈ શકે છે. હવે પંજાબમાં કોઈ વ્યક્તિ સારવારથી વંચિત નહીં રહે.


[[$alsoread]]

  • Follow us on: