ભાજપના નવા નિમાયેલા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબિન ગુજરાતની મુલાકાતે આવ્યા છે. તેમણે સાંસદો અને ધારાસભ્યો સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં તેઓ કામગીરીને લઈને આકરા પાણીએ જોવા મળ્યા હતાં. તેમણે ચૂંટાયેલી પાંખનું સોશિયલ મીડિયા શૂન્ય હોવાનું કહ્યું હતું. તેમણે સાંસદો અને ધારાસભ્યોને સોશિયલ મીડિયામાં સક્રિય થવા અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, ગુજરાતમાં અધ્યક્ષ તરીકે મારો પહેલો પ્રવાસ છે. સ્વાગત માટે તમે ઉપસ્થિત રહ્યાં તે માટે આભાર માનું છું.
ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનનું નિવેદન
મારો અધ્યક્ષ તરીકે ગુજરાતમાં પહેલો પ્રવાસ છે. ગુજરાત આજે દેશ અને વિશ્વનું નેતૃત્વ કરે છે. મહાત્મા ગાંધી જેણે અહિંસાનો વિચાર આપ્યો. સરદાર પટેલ જેણે આખા દેશને એક કર્યો છે. ગુજરાતે મહાપુરુષોને જન્મ આપ્યો છે. મહાપુરુષોએ દેશને દિશા આપી છે.21મી સદીમાં વિકાસનો શ્રેય PM મોદીને જાય છે. અમે તો ફૂલ ટાઇમ પોલિટિક્સ કરવા વાળા છીએ. કેટલાક લોકો ચૂંટણી આવશે એટલે ફૂલ ટાઇમ પોલિટિકસ કરશે. આવા લોકો આવે તે પહેલા જનતા સાથે સબંધ વધારીએ.









