કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા હતાં. તેમણે પરિવાર સાથે ઉત્તરાયણના દિવસે અમદાવાદમાં ભગવાન જગન્નાથના દર્શન કર્યા હતાં. તેમણે જગન્નાથ મંદિર પરિસરમાં ગાય માતાની પૂજા કરી હતી અને ઘાસનું દાન પણ કર્યું હતું. તેમણે અમદાવાદમાં વિવિધ ત્રણ જગ્યાએ કાર્યકરો અને પરિવાર સાથે ઉત્તરાયણની ઉજવણી કરી હતી.


[[$googlead]]

અમિત શાહે અમદાવાદના નારણપુરામા ઉત્તરાયણ ઉજવી

અમિત શાહે નારણપુરામાં અર્જુન ગ્રીન્સના ધાબે કાર્યકર્તાઓ સાથે પતંગની મજા માણી હતી. નારણપુરા વિધાનસભા વિસ્તારમાં તેમણે ત્રણ જગ્યાએ ઉત્તરાયણની ઉજવણી કરી હતી. અમિત શાહે આસ્થા ઓપલ નામની સોસાયટીમાં પણ ધાબે જઈ પતંગ ચગાવ્યો હતો. આ ઉપરાંત નારણપુરાના અભિષેક એપાર્ટમેન્ટમાં પણ ઉત્તરાયણની ઉજવણી કરી હતી. સ્થાનિકોએ ઢોલ નગારા સાથે અમિત શાહને વધાવ્યા હતાં.


[[$alsoread]]

  • Follow us on: