કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું હતું કે, મેડિકલ સાયન્સ ભણીને સફળ ડોક્ટર ના બની શકાય. કોઈપણ વ્યક્તિ એથિક્સ નહીં હોય ત્યાં સુધી ડોક્ટર નહીં બની શકે. માત્ર મેડિકલ સાયન્સ ભણીને ડોક્ટર ના બની શકાય. બિમાર વ્યક્તિને ડોક્ટરમાં જ ભગવાન દેખાય છે. કોરોના દરમિયાન હું ત્રણ વખત બિમાર પડ્યો હતો. ડોક્ટરોએ કોરોના સમયમાં ક્યારેય ના નથી કહી.કોરોનામાં સેવા કરનાર ડોક્ટરોનો હું આભાર માનુ છુ. ગુજરાતના 700 રિટાયર્ડ થયેલા ડોક્ટરોએ સેવા આપી હતી.અમિત શાહે વધુમાં કહ્યું હતું કે, આજે યોગ કરનારની સંખ્યામાં 40 ટકા જેટલો વધારો થયો છે. બીજી તરફ માતા મૃત્યુ દરમાં પણ 25 ટકાનો ઘટાડો થયો છે. આજે ડોક્ટરો આશાનું કિરણ બનીને ઉભા છે.
આજે યોગ કરનારની સંખ્યામાં 40 ટકા જેટલો વધારો થયો
આવનારા સમયમાં સારા અને એથિક્સ વાળા ડોક્ટરો આવશે. આગામી પડકારોને પાર કરવા માટે આ વર્ષ મહત્વનું છે. આ સરકારે વીમા પર જીએસટી ઘટાડીને રાહત આપી છે. આયુષ મંદિરોને તાકાત આપવાનું કામ આ સરકારે કર્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રીએ ડોક્ટરોને સલાહ આપી હતી કે, દર્દીને જે સલાહ આપો છો તેનું તમે પણ પાલન કરો. ડોક્ટરોને ફીટ રહેવા માટે કોઈ કાયદાની જરૂર નથી. સિગારેટ ના પીવો અને અન્ય વ્યસન પણ ના કરો. વ્યસન નહીં કરો તો સ્વાસ્થ્ય પણ સારુ રહેશે. ઉંમરમાં પણ વધારો થશે. મેડિકલ મૂળભૂત રીતે સેવાનું ક્ષેત્ર છે. બીમાર વ્યક્તિની સારવાર કરતા ડૉક્ટરમાં ભગવાનનં સ્વરૂપ દેખાય છે. આ શતાબ્દી વર્ષમાં આ ક્ષેત્રમાં નીતિશાસ્ત્રના અવકાશ અને સુસંગતતા પર પણ વિચાર કરવો જોઈએ.









