સાણંદની ઉત્તર બુનિયાદી સંસ્કાર વિદ્યાલયની સ્થિતિ વધુ કથળી. માણકોલ ગામની વર્ષો જૂની શાળા જર્જરિત હાલતમાં હોવાના કારણે બાળકો ખુલ્લામાં ભણવા મજબૂર થયા. આવી વરસાદી સિઝનમાં બાળકોએ શાળાની અંદર બેસવું કે બહાર બેસવું તે મોટો યશ પ્રશ્ન છે. બહાર વરસાદી આફત અને અંદર શાળાનું બિલ્ડીંગ બિસ્માર. આખરે વિદ્યાર્થીઓએ અભ્યાસ કરે તો કયાં કરે ? શું આમ આગળ વધશે ગુજરાત ?


[[$googlead]]

અનેક સરકારી શાળાઓ જર્જરિત 

આ સ્થિતિ ફક્ત સાણંદમાં આવેલ શાળાની નથી પરંતુ રાજ્યભરમાં અનેક સરકારી શાળાઓ જર્જરિત હાલતમાં છે. એકબાજુ સરકાર કરોડોના ખર્ચે બ્રિજ બનાવે છે અને મોટી-મોટી ઉજવણીઓ કરે છે. પરંતુ વિકાસને વેગ આપનાર બાળકોનું ભાવિ અત્યારે અંધકારમય દેખાઈ રહ્યું છે. શાળામાં બિલ્ડીંગ જર્જરીત હોય તો પછી વીજળી અને પાણી જેવી અન્ય સુવિધાની આપણો વિચાર જ ના કરી શકીએ. શાળામાં અભ્યાસ માટે એક ઓરડો તો હોવો જોઈએ જ્યાં વિદ્યાર્થીઓ પોતાના જીવનનો રોટલો કેમ કમાવો તે શીખી શકે.

[[$alsoread]]

ઉઠ્યા અનેક સવાલ

શાળા અતિ જર્જરિત હોવાથી બાળકો પણ ક્લાસમાં જતા ડર અનુભવે છે. અને એટલે જ ગામના સરપંચે હાલ પૂરતી સ્કૂલને બંધ કરાવી છે.  બિસ્માર શાળાની આવી સ્થિતિના કારણે બાળકો શાળાના મેદાનમાં ઝાડ નીચે ભણવા મજબૂર બન્યા છે. ઉત્તર બુનિયાદી સંસ્કાર વિદ્યાલયની જર્જરીત સ્થિતિના અહેવાલ સામે આવ્યા બાદ તંત્ર જાગ્યું. અને DEOએ શાળાના ટ્રસ્ટીઓને સમારકામ કરાવવા સૂચના આપી. આ સાથે જ શાળાને વૈકલ્પિક વ્યવસ્થા અથવા ઓનલાઇન અભ્યાસ માટે સૂચના પણ આપી. શાળા અતિ જર્જરિત છે તે બાબત જિલ્લા શિક્ષણ અધિકારીને ધ્યાને કેમ ન આવી તેને લઈને સવાલ થઈ રહ્યો છે …

  • Follow us on: