અમદાવાદના મોકા કેફેમાં કોફીમાંથી જીવાત નીકળતા ગ્રાહકે મનપાને ફરિયાદ કરી હતી. આ ફરિયાદના આધારે મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ અને ફૂડ વિભાગની ટીમ દોડતી થઈ ગઈ હતી અને કેફે સામે કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી હતી. મનપાએ આ કાફેની તપાસ કરી હતી અને ત્યાર બાદ તેને સીલ મારી દીધું હતું. એક ગ્રાહક કોફી પીવા માટે ગયા હતા. તેમણે જ્યારે કોફીનો ઓર્ડર આપ્યો અને કોફી આવી, ત્યારે તેમાં જીવાત તરતી જોવા મળી હતી.


[[$googlead]]

રસોડામાં પણ જીવજંતુઓ જોવા મળ્યા

ગ્રાહકે આ અંગે કેફેના સ્ટાફને ફરિયાદ કરી હતી, પરંતુ સંતોષકારક જવાબ ન મળતાં ગ્રાહકે પોતે કાફેના રસોડાની અંદર જઈને તપાસ કરવાનું નક્કી કર્યું હતું. ગ્રાહકે રસોડાની મુલાકાત લેતા જ ત્યાં અત્યંત ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું. કિચનના પ્લેટફોર્મ, વાસણો અને ખાદ્યસામગ્રીની આસપાસ મોટી સંખ્યામાં વંદા અને અન્ય જીવજંતુઓ આટાફેરા મારી રહ્યા હતા. ગ્રાહકે આ સમગ્ર ભયાનક દ્રશ્યો પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધા હતા.


[[$alsoread]]

  • Follow us on: