મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્ર સરકારના ખનિજ મંત્રાલય દ્વારા મહાત્મા મંદિરમાં યોજાઇ રહેલી રાષ્ટ્રીય ખનિજ ચિંતન શિબિરમાં સ્પષ્ટપણે જણાવ્યું કે, નવા ભારતના નિર્માણનો રોડમેપ તૈયાર કરવાનું સક્ષમ મંચ આ ચિંતન શિબિર બનશે.કેન્દ્ર સરકારના ખનિજ મંત્રાલયની પ્રથમ રાષ્ટ્રીય ચિંતન શિબિરનું મહાત્મા મંદિરમાં ત્રણ દિવસ માટે આયોજન થયું છે અને દેશના વિવિધ રાજ્યોના ખાણ ખનિજ મંત્રીઓ તથા પદાધિકારીઓ અને સ્ટેક હોલ્ડર્સ તેમાં ભાગ લઈ રહ્યા છે. મુખ્યમંત્રીએ આ ત્રિદિવસીય ચિંતન શિબિરનો પ્રારંભ કેન્દ્રીય મંત્રીઓ સર્વ જી.કિશન રેડ્ડી, સી.આર પાટીલ તથા બિહારના ઉપમુખ્યમંત્રી અને રાષ્ટ્રીય ખાણ ખનિજ રાજ્યમંત્રી અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરાવ્યો હતો.


[[$googlead]]

ઉદ્યોગો અને અર્થવ્યવસ્થાનો મહત્વનો આધાર સ્તંભ

મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, ખાણ ખનિજ દેશના ઉદ્યોગો અને અર્થવ્યવસ્થાનો મહત્વનો આધાર સ્તંભ છે. એ આધાર સ્તંભને વધુ મજબૂત બનાવીને દેશના વિકાસને નવી ગતિ આપવાનું પ્લેટફોર્મ સામૂહિક ચિંતન મંથનથી આ શિબિર પૂરું પાડશે.તેમણે કહ્યું કે, વડાપ્રધાન દેશને આત્મનિર્ભર બનાવવા દરેક સેક્ટરમાં હોલિસ્ટિક એપ્રોચ સાથે રિફોર્મ્સ લાવ્યા છે. માઇનિંગ સેક્ટર પણ આવા રીફોર્મ્સનું સાક્ષી રહ્યું છે. ક્લિયર પોલિસીઝ, પોલિટિકલ વિલ અને ટ્રાન્સપરન્ટ ગવર્નન્સના પરિણામે આ રિફોર્મ્સ શક્ય બન્યા છે એમ તેમણે ઉમેર્યું હતું. ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વડાપ્રધાનએ પ્રકૃતિ સાથે સંતુલન જાળવીને વિકાસની જે પરંપરા સ્થાપી છે તેમાં ગ્રીન માઈનિંગ, સાયન્ટિફિક રેક્લેમેશન અને ટેકનોલોજી બેઝ્ડ મોનિટરિંગથી માઈનિંગ સેક્ટરનો વિકાસ કર્યો છે.


[[$alsoread]]

  • Follow us on: