અસારવા ઉદયપુર ટ્રેનમાં જનરલ ચેકિંગ દરમિયાન રેલવે પોલીસને 500 રૂપિયાની ચલણી નોટોના પાંચ બંડલ મળ્યા હતાં. આ બંડલમાં કૂલ 25 લાખ રૂપિયા હોવાનુ સામે આવ્યું છે. આ તમામ બંડલો પર યુનિયન બેંક જયપુરનો માર્કો લગાવેલો છે. રેલવે પોલીસને જનરલ ચેકિંગ દરમિયાન એક બિનવારસી થેલો પણ મળ્યો હતો. આ થેલા અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


[[$googlead]]

સાબરકાંઠા રેલવે પોલીસે પ્રામાણિકતાનો વધુ એક દાખલો બેસાડ્યો

સાબરકાંઠા રેલવે પોલીસે પ્રામાણિકતાનો વધુ એક દાખલો બેસાડ્યો છે. રેલવેમાં મુસાફરી દરમિયાન લોકો પોતાનો કિમતી સામાન ભુલી જાય છે. આ સામાન રેલવે દ્વારા તેમને પરત આપવામાં આવે છે. ત્યારે અસારવા ઉદયપુર ટ્રેનમાંથી મળેલી 500 રૂપિયાની ચલણી નોટોના બંડલ તેના માલિકને પરત આપવા માટે હિંમતનગર સહિત અમદાવાદ ડિવિઝનને પણ જાણ કરી છે.


[[$alsoread]]

  • Follow us on: