રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, આજથી ત્રણ દિવસ વરસાદનું જોર વધુ રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.ત્યારે 7 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીના આજે અત્યંત ભારે વરસાદ સાથે રેડ અલર્ટ આપવામાં આવ્યું છે, વડોદરા ભરૂચ સુરત નર્મદા અને છોટાઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.


[[$googlead]]

40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે

રાજ્યમાં હાલ 4 વરસાદી સિસ્ટમ સક્રિય છે, લો પ્રેશર સિસ્ટમ, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશ, ટ્રફ લાઈન પસાર થતા વરસાદની આગાહી કરવામાં આવી છે, આગામી 5 દિવસ દરમિયાન રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે અને પવનની ગતિ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. આ ઉપરાંત, દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે આગામી 5 દિવસ સુધી પવન 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે.

આ વિસ્તારોમાં વરસાદનું એલર્ટ અપાયુ

પાટણ, મોરબી, રાજકોટ, બોટાદ, ગાંધીનગર, ખેડા, મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, અમદાવાદ સહીત અન્ય જિલ્લાઓમાં યલો અલર્ટ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે, 7 સપ્ટેમ્બરે કચ્છ, બનાસકાંઠા, મહેસાણા અને સાબરકાંઠામાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ અલર્ટની આગાહી આપવામાં આવી છે, મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, ગાંધીનગર અને અરવલ્લીમાં આવતીકાલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

[[$alsoread]]

  • Follow us on: