ગુજરાતમા ફરીવાર સરકારી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ચાર કૃષિ યુનિવર્સિટીમાં વર્ગ-3 ક્લાર્કની ભરતી જાહેર કરાઈ છે. 5 વર્ષ ફિક્સ પગાર માટે ક્લાર્કની જગ્યાઓ ભરાશે.કૃષિ યુનિવર્સિટીની વેબસાઈટ પર 15 જુલાઈથી ફોર્મ ભરાશે.આણંદ કૃષિ યુનિ.માં 73, જૂનાગઢ યુનિ.માં 44, નવસારી કૃષિ યુનિ.માં 32 અને દાંતીવાડા યુનિ વર્સિટીમાં 78 જગ્યાઓ ભરવામાં આવશે.


[[$googlead]]

વર્ગ-3 ક્લાર્કની જગ્યાઓ ભરવા માટે જાહેરાત

ગુજરાતની ચાર કૃષિ યુનિવર્સિટીઓમાં વર્ગ-3 ક્લાર્કની જગ્યાઓ ભરવા માટે જાહેરાત કરવામાં આવી છે. ચારેય યુનિવર્સિટીઓમાં પાંચ વર્ષ ફિક્સ પગાર માટે જગ્યાઓ ભરવા જાહેરાત બહાર પાડવામાં આવી છે. આણંદ કૃષિ યુનિવર્સિટી ની 73 જગ્યા,જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ની 44 અને નવસારી કૃષિ યુનિવર્સિટીની 32 જગ્યાઓ , દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ની 78 જગ્યાઓ ભરાશે.કૃષિ યુનિવર્સિટીની વેબસાઈટ પર 15 જુલાઈથી ફોર્મ ભરી શકાશે.

[[$alsoread]]


  • Follow us on: