બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમના કારણે આગામી 2 થી 3 દિવસ રાજ્ય માટે ખૂબ મહત્વના છે.આજે વહેલી સવારથી જ દક્ષિણ ગુજરાતના ડાંગ અને વલસાડના અંતરિયાળ વિસ્તારોમાં ધીમીધારે વરસાદ શરૂ થઈ ગયો છે. જે આગામી કલાકોમાં ભારે વરસાદમાં પરિવર્તિત થઈ શકે છે.સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ અને 50 કિમીની ઝડપે પવન ફૂંકાવાની આગાહી વચ્ચે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.
ભારે વરસાદની સંભાવના
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતના એક ડઝન જેટલા જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે. ભારે વરસાદ, વીજળી અને આંધીનું પણ એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યમાં 5થી 15 MM સુધી વરસાદ થવાની સંભાવનાઓ સેવાઈ રહી છે. અમરેલી, આણંદ, ભરૂચ, સહિત ભાવનગર, દાદરાનગર હવેલી, દમણ, નવસારી, સૂરત, વડોદરા અને વલસાડમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.









