ગુજરાતભરમાં ઠંડીનો ચમકારો વધ્યો હોવાની વાત સામે આવી છે, ઉત્તર તરફથી ફૂંકાતા પવનના કારણે ઠંડીમાં વધારો થયો છે, અને 20 જિલ્લામાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીથી નીચું નોંધાયું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત રહેશે.રાજ્યના 20 જિલ્લામાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીથી નીચું નોંધાયું છે.હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે.દાસે જણાવ્યું હતું કે, રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત રહેશે. ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા ઠંડીમાં વધારો થશે. ભેજના કારણે તાપમાનમાં વધુ ફેરફાર નહીં થાય. ધીમે ધીમે ઠંડીનું જોર વધશે.


[[$googlead]]

20 જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાનનો પારો 20 ડિગ્રી

રાજ્યના લગભગ 20 જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાનનો પારો 20 ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયો છે.અમરેલીમાં સૌથી ઓછું 13.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે, અમદાવાદમાં 15.5 ડિગ્રી, ગાંધીનગરમાં 14.5 ડિગ્રી, મહુવામાં 14.5 ડિગ્રી, કેશોદમાં 14.7 ડિગ્રી, રાજકોટમાં 14.8 ડિગ્રી, કંડલામાં 15.8 ડિગ્રી, વડોદરામાં 15.8 ડિગ્રી, દીવમાં 16.4 ડિગ્રી, પોરબંદરમાં 16.5 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 16.5 ડિગ્રી, ડીસામાં 16.6 ડિગ્રી, સુરતમાં 16.6 ડિગ્રી, ભુજમાં 17.7 ડિગ્રી, દમણમાં 19 ડિગ્રી તાપમાન નોંધાયું છે.


[[$alsoread]]

  • Follow us on: