હવામાન વિભાગે આજે રાત્રે 10 વાગ્યા સુધીમાં 03 જિલ્લામાં રેડ એલર્ટ અને 17 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે. જેમાં સુરેન્દ્રનગર, બોટાદ અને રાજકોટમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. ભારતીય હવામાન વિભાગે રાજ્યમાં ત્રણ જિલ્લામાં રેડ અને 17 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. બોટાદ, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 10 વાગ્યા સુધી ત્રણ કલાક માટે એલર્ટ જાહેર કરાયું હતું.  


[[$googlead]]

ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જોવા મળ્યો

આ પહેલા જ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. વડોદરા, રાજકોટ, અમદાવાદ સહિતના જિલ્લાઓમાં વરસાદ થતાં ગરમીમાં રાહત મળી હતી. ગઢડા શહેરમાં પીકઅપ ગાડી પર વૃક્ષ અને વીજપોલ ધરાશાયી થયો હતો. મહેસાણામાં માત્ર એક જ કલાકના વરસાદમાં પાણી ભરાઈ જતાં મહાનગર પાલિકાની પ્રિ મોન્સૂન કામગીરીની પોલ ખૂલી હતી. કલોલમાં પણ ભારે બફારા બાદ વીજળીના કડાકા અને ભડાકા સાથે વરસાદ ખાબક્યો હતો. બોટાદમાં સિઝનના પહેલા જ વરસાદમાં શેરીઓમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતાં. રાજ્યના શહેર અને ગ્રામ્ય પંથકમાં સાંજે ધોધમાર વરસાદ ખાબક્યો હતો.

  • Follow us on:

[[$alsoread]]