અમદાવાદમાં ગાર્ડનની દિવાલ ધરાશાયી થતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે, ગાર્ડનની દિવાલનો કાટમાળ ન હટાવતા લોકોમાં રોષ જોવા મળ્યો છે. 5 થી 6 દિવસ વિતવા છતાં નથી હટ્યો કાટમાળ અને ગોમતીપુરમાં ગાર્ડનની દિવાલ ધરાશાયી થઈ હતી, દિવાલ ધરાશાયી થતા સ્થાનિકોના વાહનો ફસાયા છે અને AMC અધિકારીઓ સ્થળ ચકાસણી કરી રવાના થયા છે, AMCએ સ્થળને કોર્ડન કરતા સમગ્ર રસ્તો બ્લોક થયો હોવાની પણ વાત સામે આવી છે.
અમદાવાદના સાઉથ બોપલમાં પાણી ભરાયા
અમદાવાદના સાઉથ બોપલમાં ગટરના પાણી બેક મારતા વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે, વરસાદી પાણીમાં ગટરના પાણી ભળતા રોગચાળો વધશે તેવું સ્થાનિકોનું કહેવું છે, ઘણા વર્ષોથી વરસાદના સમયે પાણી ભરાય છે અને લોકોને હાલાકી પડી રહી હોવાની વાત સામે આવી છે, સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્રને અનેક રજૂઆત કરી છતાં નિરાકરણ નથી આવતું.









