લાફાકાંડમાં જામીન મળતા ચૈતર વસાવા જેલમુક્ત થયા છે, 80 દિવસના જેલવાસ બાદ ચૈતર વસાવાની જેલમુક્ત થતા તેમના ચાહકોમાં ખુશીની લાગણી જોવા મળી છે, હાઇકોર્ટે ચૈતર વસાવાને આપ્યા છે શરતી જામીન અને ડેડીયાપાડા વિસ્તારમાં પ્રવેશ નહી કરવાની શરતે જામીન આપ્યા છે, જેલમુક્તિ બાદ ચૈતર વસાવાનું નિવેદન સામે આવ્યું છે, વિપક્ષને હેરાન કરવામાં આવે છે તેમજ પોલીસ અને કાયદાનો દુરોપયોગ થઇ રહ્યો છે.
મને 80 દિવસ સુધી જેલમાં રાખ્યો : ચૈતર વસાવા
જેલમાથી બહાર આવ્યા બાદ ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, ષડયંત્ર કરીને મારા પર ખોટા કેસ દાખલ કરવામાં આવ્યા છે. મારી ફરિયાદ લેવામાં આવી નહીં, મારા પર હાફ મર્ડરની 307ની કલમ લગાવીને મને 80 દિવસ સુધી જેલમાં રાખ્યો છે. અમારા અવાજને દબાવવાની કોશિશ કરવામાં આવી, અમે દબાઈશું નહીં. ગુજરાતની જનતાએ અને સંવિધાને આપેલો અવાજ છે, આ અવાજ ક્યારેય દબાશે નહીં. તમામ હકીકતો બહાર આવશે અને સત્યનો વિજય થશે.









