આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલે અમદાવાદમાં ’નમો યુવા રન, મેરેથોન દોડ’નો પ્રારંભ કરાવ્યો હતો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા આયોજિત આ મેરેથોન ’નશામુક્ત ભારત’ના ધ્યેયમંત્ર સાથે વસ્ત્રાપુર તળાવથી શરૂ થઈ હતી. મંત્રી ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું કે, અમદાવાદ દોડવા માટે, નશાથી દૂર ભાગવા માટે અને વિકસિત ગુજરાત વિકસિત ભારતના નિર્માણ માટે તૈયાર છે. ક્રિકેટર પાર્થિવ પટેલ તેમજ ખ્યાતનામ કલાકાર સર્વે મલ્હાર ઠાકર, મયુર વાકાણી અને માના પટેલે આ અવસરે યુવા દોડવીરોનો ઉત્સાહ વધાર્યો હતો.


[[$googlead]]

મેરેથોન દોડ પહેલા સૌ દોડવીરોએ નશામુક્ત ભારતના નિર્માણનો સંકલ્પ લીધો હતો

આ અવસરે, ધારાસભ્ય અમિત ઠાકર, બાબુસિંહ જાદવ, શહેરના મેયર પ્રતિભાબહેન જૈન, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, ભારતીય જનતા પાર્ટી અમદાવાદ શહેરના અધ્યક્ષ પ્રેરક શાહ, ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંત કોરાટ સહિતના પદાધિકારીઓ તેમજ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

 

[[$alsoread]]

  • Follow us on: