અમદાવાદમાં આસારામના સમર્થકો દ્વારા રેલી યોજવામાં આવી છે, બળાત્કારી આસારામના પોસ્ટર, ફોટા સાથે રેલી યોજવામાં આવી છે, સુરત સિવિલમાં પણ આસારામની પૂજા કરાઇ હતી. સુરતની નવી સિવિલ હોસ્પિટલ અવારનવાર વિવાદમાં ઘેરાયેલી રહેતી હોય છે, ત્યારે આ વખતે ગંભીર વિવાદ સામે આવ્યો છે. સોમવારે સ્ટેમસેલ બિલ્ડિંગના ગેટ પર બળાત્કાર કેસમાં આજીવન કેદની સજા ભોગવતા દુષ્કર્મી આસારામનો ફોટો મૂકીને આરતી કરવામાં આવી હતી, એટલું જ નહીં આ આરતી વેળા આસારામના ભકતોની સાથે પીડિયાટ્રિક વિભાગના વડા, નર્સ અને સિક્યુરિટી સ્ટાફ પણ હાજર રહેતા વિવાદ સર્જાયો હતો.


[[$googlead]]

આરોપી આસારામના ફોટા સામે ડોકટરો પણ આરતીમાં જોડાયા હતા

નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા માટે ગરીબ દર્દી સારવાર માટે આવે છે. જેમના માટે અનેક સામાજિક અને ધાર્મિક સંસ્થા દ્વારા ફૂટ સહિતની સામગ્રીનું સેવાની ભાવના સાથે વિતરણ કરવામાં આવે છે, જે અંતર્ગત સોમવારે એક જૂથ દ્વારા સ્ટેમસેલ બિલ્ડિંગના ગેટ પર બળાત્કારી આસારામનો ફોટો મૂકીને આરતીનું આયોજન કરતા વિવાદ સર્જાયો હતો. એટલું જ નહીં આરતીના આ કાર્યક્રમમાં હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડ, નર્સિંગ સ્ટાફ સહિતના કેટલાક કર્મચારીઓ પણ દેખાયા હતા. સૌથી વધુ ચોંકાવનારી વાત તો એ હતી કે વીડિયોમાં હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગના વડા ડો. જિગીયા પાટડિયા પણ તેમાં દેખાઈ રહ્યા હતા. એક બાજુ તો આ તમામ લોકો બળાત્કારના આરોપી આસારામના ફોટા સામે આરતીમાં જોડાયા હતા.


[[$alsoread]]

  • Follow us on: