હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વાવાઝોડાની આગાહી કરતાં કહ્યું હતું કે, બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બની શકે છે. ઉપસાગરમાં આજથી હલચલ જોવા મળશે. આ ઉપરાંત સુપર સાયક્લોન પણ બની શકે છે. 19 નવેમ્બર બાદ અરબી સમુદ્રમાં લો પ્રેશર બની શકે છે. ગુજરાતમાં વાદળો આવતા તાપમાનમાં પણ વધારો થઈ શકે છે. નવેમ્બરના અંતમાં ફરી માવઠુ થવાની શક્યતાઓ છે. તે ઉપરાંત ડિસેમ્બરની શરૂઆતમાં પણ માવઠું થઈ શકે છે.
ગુજરાતમાં લઘુતમ તાપમાન 13 ડિગ્રી થશે
અંબાલાલ પટેલે ઠંડીને લઈ આગાહી કરતાં કહ્યુ હતું કે, આગામી સમયમાં ઠંડીનું જોર વધશે. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. ઉત્તર ગુજરાતમાં લઘુતમ તાપમાન 13 ડિગ્રી થશે. સૌરાષ્ટ્રમાં લઘુતમ તાપમાન 20 ડિગ્રી રહી શકે છે. 21 નવેમ્બર બાદ તાપમાનમાં વધારો થઈ શકે છે. મહત્તમ તાપમાન 30 ડિગ્રી સુધી રહી શકે છે.









