અત્યાર સુધી રાજ્યની જનતાએ ગુલાબી ઠંડી મજા માણી છે. ત્યારે આગામી સમયમાં હાડ થીજવતી ઠંડી માટે તૈયાર રહેવા હવામાન વિભાગે જણાવ્યું છે. રાજ્યમાં શિયાળાએ હવે અસલી મિજાજ બતાવવાનું શરૂ કર્યું છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી લેટેસ્ટ આગાહી અનુસાર, આગામી દિવસોમાં સમગ્ર રાજ્યમાં હાડ થિજવતી ઠંડી પડે તેવી શક્યતા છે. ઉત્તર-પૂર્વીય પવનો ફૂંકાવાને કારણે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે, જેનાથી સમગ્ર રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે.


[[$googlead]]

માછીમારોને દરિયો ન ખેડવા તાકીદ

પવનની ગતિ 40 થી 50 કિમી પ્રતિ કલાક રહેવાની શક્યતા હોવાથી આગામી બે દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા તાકીદ કરવામાં આવી છે. ખાસ કરીને ઉત્તર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનનો વેગ વધુ રહેવાની સંભાવના છે. ઉત્તર-પૂર્વના ઠંડા પવનોને કારણે રાજ્યના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી શકે છે. જોકે, ખેડૂતો માટે રાહતના સમાચાર એ છે કે, હવામાન વિભાગે કમોસમી વરસાદની (માવઠા) શક્યતા નહીવત ગણાવી છે. પવનોના બદલાતા વહેણને કારણે વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનું જોર વધશે, જેનાથી જનજીવન પ્રભાવિત થઈ શકે છે. તંત્ર દ્વારા વૃદ્ધો અને બાળકોને ઠંડી સામે સાવચેત રહેવા અને ગરમ કપડાંનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે.


[[$alsoread]]

  • Follow us on: