ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. ગરમ પવનને કારણે ઉકળાટની અસર જોવા મળી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉકળાટની સ્થિતિ અનુભવાઈ રહી છે. રાજ્યમાં મહત્તમ તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો થયો છે. બીજી તરફ રાજકોટમાં આકરા તાપ સાથે લૂ વરસાવતા ગરમ પવન ફૂંકાયા છે. શહેરમાં હજુ પણ તાપમાનમાં વધારો થઈ શકે છે.ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ગરમી અને ઉકળાટની અસર જોવા મળી છે.
રાજકોટમાં ગરમીનો પારો 40 ડિગ્રીએ પહોંચ્યો
કેટલાક શહેરોમાં તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો થયો છે. અમદાવાદમાં 42.4, સુરેન્દ્રનગરમાં 42.5, ગાંધીનગરમાં 41.8, વડોદરામાં 40, રાજકોટ 40, કંડલામાં 39.6 અને ભાવનગરમાં 39.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજકોટ શહેરમાં ગરમીનો પારો 40 ડિગ્રીએ પહોંચી ગયો છે. શહેરમાં આકરા તાપ સાથે લૂ વરસતા ગરમ પવનો ફૂંકાયા છે. હજુ પણ તાપમાનમાં વધારો થઈ શકે છે. શહેરમાં ગરમીને પગલે રસ્તાઓ સૂમસામ બન્યા છે. આકરા તાપથી જનજીવન પ્રભાવિત થયું છે.









