વિશ્વવિખ્યાતમાં અંબાના ધામ અંબાજી ખાતે 7 દિવસીય ભાદરવી પૂનમનો મહા કુંભ યોજાઇ રહ્યો છે. આ મહા કુંભ દરમિયાન માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશના અલગ અલગ વિસ્તારોમાંથી માઇ ભક્તો પગપાળા માં અંબાના ધામ અંબાજી ખાતે પહોંચતા હોય છે.જોકે સાત દિવસીય મહા કુંભ દરમિયાન લાખો માઈ ભક્તો માં અંબાના ધામ અંબાજી ખાતે પહોંચતા હોય છે. ત્યારે અંબાજીમાં સ્વચ્છતા જળવાઈ રહે અને અંબાજીના માર્ગો પર સ્વચ્છતા જળવાઈ રહે તે હેતુસર આ વખતે અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને વહીવટી તંત્ર બનાસકાંઠા દ્વારા પ્લાસ્ટિક મુક્ત ભાદરવી મહા કુંભની થીમ ઉપર આ મહામેળો યોજાઈ રહ્યો છે.
સ્વચ્છતા માટે અલગ અલગ કમિટીઓ બનાવવામાં આવી
જેને લઇ વહીવટી તંત્ર દ્વારા સ્વચ્છતા માટે અલગ અલગ કમિટીઓ બનાવવામાં આવી છે. માત્ર અંબાજી જ નહીં પરંતુ પાલનપુર થી અંબાજી ને જોડતા અનેક માર્ગો કે જ્યાં માઇ ભક્તોનો પ્રવાહ અંબાજી તરફ આગળ વધી રહ્યો છે તેવા તમામ રસ્તા ઉપર સ્વચ્છતા ની ટીમ ખડકી દેવામાં આવી છે. જેને લઇ આ વખતનો ભાદરવી મહાકુંભ એ માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશને એક સ્વચ્છતાનો સંદેશ પાઠવશે.









