અમરેલી શહેર અને ગ્રામ્યમાં આજે સવારથી જ ધોધમાર વરસાદ વરસ્યો છે. વડેરા, નાના ભંડારીયા, સણોસરા, રંગપુર, બરવાળા, બાવીશી વિસ્તારમાં વરસાદ વરસ્યો છે, જેને પગલે અમરેલી શહેરમાં ઠેર-ઠેર વરસાદી પાણી ભરાવવાની સમસ્યા સામે આવી છે.


નાના ભંડારીયા ગામની સ્થાનીક નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે અને નદીમાં પૂર આવતા વડેરા તરફનો વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે.

રાજકમલ ચોક, જુના માર્કેટિંગ યાર્ડમાં ભરાયા પાણી

બીજી તરફ અમરેલીમાં સતત વરસાદી માહોલ અને ધોધમાર વરસાદ વરસવાના કારણે ઠંડક પ્રસરી છે. હવામાન વિભાગની આગાહીના પગલે અમરેલીમાં અને આજુબાજૂના ગામડાઓમા વહેલી સવારથી વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદના કારણે રાજકમલ ચોક, જુના માર્કેટિંગ યાર્ડ , જિલ્લા પંચાયત રોડ ઉપર પાણી ભરાયા છે.

સતત વરસાદી માહોલ વચ્ચે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે. ત્યારે અમરેલીના બગસરાની માવઝીંજવા ગામની નદીમાં ઘોડાપૂર આવ્યું છે. મુખ્ય માર્ગ પર નદીના પાણી ફરી વળ્યા છે. નદી પસાર થતા ગામ બે ભાગમાં વહેંચાયું છે.


  • Follow us on: