સાવરકુંડલામા દિવાળીના દિવસે જામે છે ઈંગોરીયા અને કોકડાનીલડાઈ.આ કોઈ બે દેશ વચ્ચેનુ યુધ્ધ નથી અને જે આગના ગોળા દેખાઈ રહ્યાં છે તે અસલી બારુદ નથી પરંતુ સાવરકુંડલામાં વર્ષોથી રમાતી પરંપરાગત રમતનો એક ભાગ છે. સાવરકુંડલા દૂનિયામાં એક માત્ર એવુ ગામ છે જ્યાં શિવાકાશીના ફટાકડાના બદલે હોમમેઈડ ફટાકડા યુવાનો એક બીજા પર ફેંકતા રહે છે.


[[$googlead]]

ઇંગોરિયા કોકડાની લડાઈ એક અગન ખેલ

આગ સાથે ખેલતો સાવરકુંડલાનો યુવાન અને સ્વદેશી ઇંગોરિયા કોકડાની આ લડાઈ સાવરકુંડલામાં લગભગ 80 વર્ષથી દિવાળીની રાતે જામે છે ઈંગોરિયાની લડાઈ. યુવાનો ગામના અલગ અલગ ચોકમાં ભેગા થઈ એક બીજા પર ઈંગોરિયા નામના ફટાકડા ફોડે છે. સળગતા આગના ગોળા યુવાનો હાથમાં એવી રીતે પકડે છે કે જાણે ગુલાબનુ ફુલ પકડ્યું હોઈ. આ ઈંગોરિયાને સળગાવી યુવાનો એક બીજા પર ફેકે છે.આ રમત વર્ષોથી રમાતી આવે છે. લગભગ આ ચોથી પેઢી આ રમત રમી રહી છે. પહેલાના સમયમાં સાવર અને કુંડલા વચ્ચે આ યુધ્ધ જામતુ હતુ. હવે શહેરના મુખ્ય ત્રણ ચોકમાં આ રમત રમાતી રહે છે.

ચાર દાયકાથી રમાય છે આ ઇંગોરિયા રમત

પ્રશાસન તરફથી એમ્બ્યુલન્સ અને ફાયર ફાઈટર તથા પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવે છેઆ રમત જોવા લોકો અમદાવાદ,મુંબઈ,કલકત્તા, રાજકોટ જેવા મોટા સીટીમાંથી આવે છે.આ એક નિર્દોષ રમત છે. ઈંગોરીયાની રમત છેલ્લા ચાર દાયકાથી સાવરકુંડલામાં રમાય છે.પહેલા ઈંગોરીયાની રમત રમાતી હતી પરંતુ સમય જતાં હવે કોકડાએ સ્થાન લીધું છે.સાવરકુંડલા ના યુવાનો ઈંગોરીયા અને કોકડા એક બીજા ઉપર ફેંકે છે.આ રમતથી કોઈ વ્યક્તિ દાઝતું નથી.આ રમત સાવરકુંડલાના નાવલી ચોકમાં,રાઉન્ડ વિસ્તારમાં તેમજ દેવળાગેઇટ વિસ્તારમાં રમાય છે.સાવરકુંડલા ની બહાર રહેતા લોકો પણ ઈંગોરીયા અને કોકડાની રમત જોઈને ચકિત થઈ જાય છે.રોમાંચિત થઈ જાય છે

[[$alsoread]]

ધારાસભ્ય પણ જોડાયા ઇંગોરિયાની લડાઈમાં 

ઇંગોરિયાની લડાઈમાં સાવરકુંડલા ધારાસભ્ય મહેશ કસવાળા પણ જોડાયા હતા મહેશ કસવાળા એ પણ ઇંગોરિયાની રમત રમી હતી. હિંડોરીયા ની રમત જોઈને સાવરકુંડલા ના ધારાસભ્ય મહેશ કસવાળા પણ આ લડાઈ વિશે જણાવ્યું હતું કે આ એક નિર્દોષ રમત છે અને આ રમત જોવા લોકો સાવરકુંડલા અને આસપાસના વિસ્તારમાં થી પણ આવે છે. આ અદભુત આગ સાથે ખેલાતી રમત જોવી હોય તો સાવરકુંડલા આવું જ પડે.

સ્વદેશી ફટાકડા ફોડવાનો નાખ્યો પાયો

અત્યારે પીએમ મોદીએ સ્વદેશી અપનાવવાની હાકલ કરી છે. ત્યારે થોડા વર્ષો પહેલા સાવરકુંડલામાં તેની શરૂઆત થઈ હતી. સાવરકુંડલા શહેરએ આજથી 80 વર્ષ પહેલા સ્વદેશી ફટાકડા ફોડી સ્વદેશી અપનાવવાની વાત એ સમયમાં પાયો નાખ્યો હતો. ઈંગોરિયા અને કોકડાની આ લડાઈમાં હજુ સુધી કોઈ જાન હાની થઈ નથી. આ ઉપરાંત કોઈ ગંભીર રીતે દાઝ્યુ હોઈ તેવુ પણ બન્યુ નથી. સંપુર્ણ પણે હોમમેઈડ એવા ઈંગોરિયા એ દિવાળી ઉત્સવનો પર્યાય બની ગયો છે ખાસ કરીને સાવરકુંડલાનો યુવાન દેશનો કોઈ પણ ખુણે સ્થાઈ થયો હોઈ પરંતુદિવાળીના દિવસે તે અચુક સાવર કુંડલામાં આ રમત રમવા આવે છે.

  • Follow us on: