અમરેલીના વડિયામાં કપાસની ખરીદીમાં ગોલમાલ સામે આવી છે. વડીયાના તોરી ગામે કપાસની ખરીદીમાં ગોલમાલ થઈ હોવાનો વીડિયો વાયરલ થયો છે. એક ગાડીએ 15 મણ કપાસ વધુ લેતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. દલાલો અને મજૂરોની કરતૂતનો વાયરલ થયેલા વીડિયોમાં ભાંડો ફૂટ્યો છે. ખાલી ટ્રકનું વજન દર્શાવી વધુ કપાસ લેવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
કપાસની ખરીદીમાં દલાલો અને મજૂરોની કરતૂતનો ભાંડો ફૂટ્યો
અમરેલીના વડિયાના તોરી ગામે કપાસની ખરીદીમાં દલાલો અને મજૂરોની કરતૂતનો ભાંડો ફૂટ્યો છે. કપાસની ખરીદીનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં ખાલી ટ્રકનું વજન દર્શાવી વધુ કપાસ લેવામાં આવતું હોવાનો આક્ષેપ કરાયો છે. એક ગાડીએ 15 મણ કપાસ વધુ લેતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ અંગે ગામના સરપંચ અને ખેડૂતોએ વેપારી પાસે ખુલાસો માંગ્યો છે. ખેડૂતો સાથે થયેલી છેતરપિંડી અંગે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવશે. વેપારીના સાત લાખ રૂપિયા ખેડૂત પાસે જમા રખાવ્યા હોવાની વાતનો પણ ખુલાસો માગવામાં આવ્યો છે. બે દિવસથી વેપારીઓ દ્વારા કોઈ ખુલાસો આપવામાં આવ્યો નથી.









