અમરેલીના વડીયામાં ખેડૂતોના દેવા માફીની માગ સાથે કોંગ્રેસે ધરણાં કર્યા હતાં. આ કાર્યક્રમમાં પરેશ ધાનાણી અને પ્રતાપ દૂધાત પણ જોડાયા હતાં. તેમણે રેલી કાઢીને દેવા માફી માટે મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. તેમણે કપાસ અને મગફળીના નમૂના પણ આપ્યા હતાં. આ રેલી દરમિયાન કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર પ્રહારો કર્યા હતાં. તેમણે કહ્યું હતું કે, આપ અને ભાજપે કુલડીમાં ગોળ ભાગી લીધો છે.
કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીના ઇટાલિયા પર પ્રહાર
પરેશ ધાનાણીએ ગોપાલ ઈટાલિયા પર પ્રહાર કરતા કહ્યું હતું કે, આપ અને ભાજપે કુલડીમાં ગોળ ભાગી લીધો છે. એક વિઘાની આઠ હજારની સહાયથી કશું જ નહીં થાય. ખેડૂતોએ એક વિઘામાં 17 હજારનો ખર્ચ કર્યો છે. તમે ગુજરાતના ખેડૂતોને ગીરવે મુકી શકો નહીં. ગોપાલ ઈટાલિયાએ ખેડૂતોને 50 હજાર રૂપિયાના વળતરની માગ કરી છે. તેમણે ઉઘાડા પગે આભાર માનવા જવાની વાત કરી હતી.









