ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં છાશવારે ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યાં છે. ત્યારે હવે અમરેલી જિલ્લામાં પણ ધરતી ધ્રુજી હોવાની ઘટના સામે આવી છે. જિલ્લામાં ગઈકાલે રાત્રે 12 વાગ્યા આસપાસ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. 2.0 મેગ્નિટ્યૂડનો હળવો આંચકો નોંધાયો હતો. ભૂંકપની ઊંડાઈ 5.9 કિ.મી માપવામાં આવી હતી. તેનું કેન્દ્રબિંદુ અમરેલીથી 44 કિ.મી દૂર દક્ષિણ પશ્ચિમમાં નોંધાયું હતું.
ભૂકંપને લઈને સિસ્મોલોજી વિભાગે પુષ્ટી પણ કરી
અમરેલીના ખાંભા વિસ્તારના અનેક ગામોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જિલ્લામાં ગઈકાલે રાત્રે 12 વાગ્યા આસપાસ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. 2.0 મેગ્નિટ્યૂડનો હળવો આંચકો નોંધાયો હતો. ભૂંકપની ઊંડાઈ 5.9 કિ.મી માપવામાં આવી હતી. તેનું કેન્દ્રબિંદુ અમરેલીથી 44 કિ.મી દૂર દક્ષિણ પશ્ચિમ દિશામાં નોંધાયું હતું.આ ભૂકંપને લઈને સિસ્મોલોજી વિભાગે પુષ્ટી પણ કરી છે.









