ગુજરાત સરકારના કૃષિ અને અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રી જીતુ વાઘાણીએ આજે જિલ્લાના લીલીયા રોડ તથા ગ્રામ્ય વિસ્તારના લાલાવદર- કેરીયાનાગસ રોડનું નિરીક્ષણ કર્યા બાદ જિલ્લાના અધિકારીઓ સાથે ખાસ રોડ રસ્તાની સ્થિતિ અને પ્રગતિમાં રહેલા વિકાસ કામોની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. તેમણે ખાસ રોડ રસ્તાના કામોમાં કોઈપણ બાંધછોડ વગર જનહિતમાં ગુણવત્તાયુક્ત અને સમય મર્યાદામાં બને. આ સાથે તેમણે માર્ગ મરામતનું કામ પણ નિયમોનુસાર અને જોગવાઈ મુજબ કરવામાં આવે તે સુનિશ્ચિત કરવા પણ સ્પષ્ટ સૂચનાઓ આપી હતી.


[[$googlead]]

બ્રિજના કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરી

તેમણે ખાસ રોડ રસ્તા અને વિકાસના કામોમાં વહીવટી પ્રક્રિયાઓમાં વિલંબ ન થાય તેની ખાસ તકેદારી લેવા સૂચના આપી હતી. આ સાથે તેમણે વહીવટી પ્રક્રિયાનો સમય ઘટે અને ઝડપથી પ્રક્રિયાઓ પૂર્ણ કરી શકાય તે માટે અધિકારીઓ સાથે પરામર્શ પણ કર્યો હતો. તેમણે માર્ગ અને મકાન - રાજ્ય તથા પંચાયત વિભાગ ઉપરાંત નેશનલ હાઇવે ઓથોરિટી હેઠળના રસ્તાઓ અને બ્રિજના કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી, વિકાસના કામમાં આવતા અવરોધોને વિવેકપૂર્ણ રીતે હલ કરવા માટે પણ માર્ગદર્શન કર્યું હતું. તેમણે લીલીયામાં રોડની કામગીરીને લઈને માર્ગ અને મકાન વિભાગના મુખ્ય સચિવનો ઉધડો લીધો હતો.


[[$alsoread]]

  • Follow us on: