અમરેલી જિલ્લામાં સતત પાંચ દિવસથી અવિરત વરસાદ આવી રહ્યો છે વરસાદ આવતા કપાસ અને મગફળીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ખેડૂતે કરેલી મહેનત ઉપર કમોસમી વરસાદે પાણી ફેરવી દીધું છે. મગફળીનો પાક તૈયાર હતો અને ખેડૂતોએ ખેતરમાંથી મગફળી ખેંચી અને તેના પાતરા ખેતરમાં રાખ્યા હતા પરંતુ અચાનક જ કમોસમી વરસાદ આવતા મગફળીના પાથરા પલળી ગયા હતા મગફળીના પાથરા જ હતા મગફળી હવે ઉગવા લાગી છે અને પશુ માટે રહેલો ચારો પણ હવે કાળો પડી ગયો છે ત્યારે ખેડૂતોની મહેનત ઉપર પાણી ફરી વળ્યું છે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે સરકાર આ બાબતે તાત્કાલિક સર્વે કરે અને સહાય આપે.
કમોસમી વરસાદને લઈને ખેડૂતો પરેશાન
ગત વર્ષે પણ કમોસમી વરસાદને લઈને ખેડૂતો પરેશાન થયા હતા ત્યારે આજે સતત બીજા વર્ષે કમોસમી વરસાદ આવતા ખેડૂતોનો મોંઘો પાક સદંતર ફેલ થઈ ગયો છે ખેડૂતોએ છેલ્લા ચાર મહિનાથી કરેલી મહેનત ઉપર કમોસમી વરસાદે કહેર વરસાવતા ખેડૂતોની માઠી દશા બેઠી છે ત્યારે હવે ખેડૂતોની એક જ માંગ છે કે સરકાર આ બાબતે ગંભીરતાથી વિચારે અને તાત્કાલિક સર્વે કરે અને સહાય આપે નહિતર ખેડૂતો પાયમલ થઈ જશે.
સર્વેની કામગીરી રદ કરવાની ખેડૂતોની માગ
મોટાભાગના સરપંચનો એકજ સુર ઉઠ્યો ખેડૂતોને 100% નુકસાનીની સહાય ખેડૂતોના સીધા ખાતામાં નાખવા માટેની માંગ કરી સર્વેની કામગીરી રદ કરવા માટે રજુઆત સાથે માંગ ઉઠાવી છે આ રજૂઆતો સ્થાનિક તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી ધારાસભ્ય સાંસદ મંત્રી સુધી કરવામાં આવી છે.હાલમાં આ વિસ્તારમાં મોટાભાગે ખેતીવાડીમાં જાણે રીતસર કચ્ચરઘાણ નીકળી જતા ખેડૂતો પાયમાલ બન્યા હોવાથી વધુ રોષ જોવા મળી રહ્યો છે.સર્વેની કામગીરી સરકાર રદ નહિ કરે અને જો સર્વેની કામગીરી કરશે તો સરપંચો ખેડૂતોને સાથે રાખી ધરણા ઉપર બેસવા માટેની ચીમકી ઉચારી દેવામાં આવી છે.









