પોલીસનો ડર બતાવી લોડર કબજે કર્યાના આક્ષેપ પણ અધિકારીઓ સામે કરવામાં આવ્યા છે, ઘટનાથી કોળી સમાજના આગેવાનો રોષે ભરાયા છે અને અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં કરી રજૂઆત, સાથે સાથે અધિકારીઓ કોળી સમાજને ટાર્ગેટ કરતો હોવાનો આરોપ પણ કરવામાં આવ્યો છે.
અમરેલી ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓની દાદાગીરી ?
રમેશભાઈ મકવાણાના ઘરેથી ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓએ રોડર વાહન જપ્ત કરતા માહોલ ગરમાયો હોવાની વાત સામે આવી છે, ભોગ બનનાર રમેશભાઈ મકવાણાએ ખાણ-ખનીજ વિભાગના ત્રણ અધિકારીઓ વિરુદ્ધ અમરેલી સિટી પોલીસમાં અરજી કરી છે, રમેશભાઈ મકવાણાએ અરજીમાં ખાણ-ખનીજના સોલંકી સાહેબ, ડાભી સાહેબ અને મુકેશ જોશી વિરુદ્ધ ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું કે, અધિકારીઓએ ધાક-ધમકી આપીને અને પોલીસનો ડર બતાવીને મારું રોડર વાહન મારા ઘરેથી જ પકડી લઈ ગયાના આક્ષેપ.
ખાણ ખનીજના અધિકારીઓ એક જ સમાજના લોકોને ટાર્ગેટ કરતા હોવાનો આક્ષેપ
વધુમાં આક્ષેપ કરતાં જણાવ્યું કે ખાણ-ખનીજના અધિકારીઓએ મને ખુલ્લેઆમ ધમકાવ્યા, ડ્રાઇવરોને અપશબ્દો બોલ્યા અને કહ્યું કે — “તું લોડર નહીં લઈ જવા દે તો હું પોલીસ બોલાવીશ!”આ આખી ઘટનાની જાણ થતા કોળી સમાજના આગેવાનો રોષે ભરાયા હતા અને તરત જ અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં દોડી પહોંચી ન્યાયની માંગ કરી. કોળી સમાજના આગેવાન હાર્દિક સોલંકીએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ અવારનવાર કોળી સમાજને ટાર્ગેટ કરીને જ ચાલે છે, ખાણ ખનીજન વિભાગ સામે અનેક આક્ષેપો સામે આવતા હોય છે. સ્થાનિક સ્તરે આ ઘટના બાદ ચર્ચાનો માહોલ સર્જાયો છે અને નાગરિકોમાં પ્રશ્નો ઉઠી રહ્યા છે કે ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓને આટલી દાદાગીરીનો અધિકાર કોણે આપ્યો?









