અમરેલી જિલ્લામાં છેલ્લા 7 દિવસથી પડી રહેલા અવિરત કમોસમી વરસાદના કારણે ખેડૂત બન્યો બિચારો ત્યારે લીલીયા તાલુકાના આંબા ગામે પહોંચી ખેડૂતોની વ્યવસ્થા સંભળાવા સંદેશ ન્યૂઝની ટીમ.


[[$googlead]]

ખેડૂતોના પાકને કોઈ મફતમાં પણ લેવા તૈયાર નથી

અમરેલી જિલ્લામાં છેલ્લા સાત દિવસથી અવિરત કમોસમી વરસાદ વરસી રહ્યો છે. સતત પડતા વરસાદને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. લીલીયા તાલુકાના આંબા ગામે પણ હાલત ખેડૂતોની ગંભીર બની છે. ગામના ખેડૂતોએ જણાવ્યું કે મગફળી, કપાસ અને સોયાબીનનો પાક સદંતર બરબાદ થયો છે. ખેતરોમાં ઉભેલા પાકમાં અંકુરણ થઈ જતાં હવે આ પાક કોઈ મફતના ભાવે પણ લેવા તૈયાર નહીં થાય તેવી સ્થિતિ ઊભી થઈ છે.

કમોસમી વરસાદે આખા વિસ્તારના ખેડૂત વર્ગને સંકટમાં ધકેલી દીધા છે

ખેડૂતો કહે છે કે, આ વર્ષે વરસાદે તેમની મહેનત પર પાણી ફેરવી દીધું છે અને 100 ટકા પાક નિષ્ફળ ગયો છે. હાલ ખેડૂતોને ભારે આર્થિક સંકટનો સામનો કરવો પડી રહ્યો છે. ખેડૂતોની મુખ્ય માગ છે કે સરકાર કોઈપણ જાતનો સર્વે કર્યા વિના તાત્કાલિક રાહત પેકેજ જાહેર કરે, જેથી નુકસાન પામેલા ખેડૂતોને સમયસર મદદ મળી રહે. સંદેશ ન્યૂઝની ટીમ આંબા ગામે પહોંચી હતી ત્યારે ખેડૂતોની વ્યથા સાંભળતાં સ્પષ્ટ જણાયું કે, કમોસમી વરસાદે આખા વિસ્તારના ખેડૂત વર્ગને સંકટમાં ધકેલી દીધા છે.

[[$alsoread]]


  • Follow us on: