અમરેલીમાં ફરી સિંહના આંટાફેરા જોવા મળ્યા. મોડી રાત્રે સિંહ શિકારની શોધમાં ગામમાં ઘૂસ્યો. ગઈકાલે બગસરા પંથકમાં સિંહની લટારના દ્રશ્યો સામે આવ્યા છે. બગસરામાં ભલગામ ખાતે ખેતરોમાં સિંહ આવી ચઢયા. ખેડૂત ખેતરે જતા હતા તે સમયે ગામમાં સિંહ આવ્યા. રસ્તા પરથી પસાર થતા સિંહનો વીડિયો વાયરલ થયો. અગાઉ પણ બગસરા નજીક આવેલા હામાપુર ગામમાં સિંહોનું ટોળું જોવા મળ્યું હતું. રસ્તા પર 6 સિંહો લટાર મારતા હતા અને બે સિંહ વચ્ચે જબરજસ્ત યુદ્ધ જોવા મળ્યું હતું. સિંહના ટોળાએ હાઈવેને બાનમાં લીધો હતો.
સિંહના ગામમાં આંટાફેરા વધ્યા
અમરેલી જિલ્લામાં દિવસેને દિવસે સિંહના ગામમાં આંટાફેરા વધ્યા છે. સ્થાનિકોનું માનવું છે છેલ્લા કેટલાક સમયમાં આ વિસ્તારમાં વસતા સિંહોની સંખ્યા માં વધારો થયો છે. સિંહ ગામમાં અચાનક ઘૂસી જતા લોકો ભયના માર્યા બહાર નીકળી શકતા નથી. ગ્રામ્ય વિસ્તારમાં સિંહોની લટાર વધવાના કિસ્સા વધી રહ્યા છે. સિંહો શિકારની શોધમાં કયારેક હાઈવે પર પણ આંટાફેરા કરતા દેખાયા છે. ગામમાં ઘૂસી બળદ અને ગાયનો શિકાર કરતા સિંહ ગામલોકો માટે માથાનો દુખાવો બની રહ્યા છે. સ્થાનિકો દ્વારા આ મામલે વન વિભાગ અને તંત્રને જાણ કરી છે.
ભલગામનો લોકો થયા ભયભીત
ભલગામમાં સિંહનું ટોળું આવતા લોકો ભયભીત થઈ ગયા. શિકારની શોધમાં સિંહ પણ પોતાની જ ધૂનમાં આગળ વધી ગયા. આ સિંહના ટોળાનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સિંહ કયારેક ટોળામાં નીકળે છે તો કયારેક ભૂખ્યો સિંહ એકલો પણ નીકળી પડે છે. અનેક વખત રાજુલા, ધારી જેવા પંથકમાં સિંહે મારણ કર્યા હોવાની ઘટનાઓ સામે આવી છે. એકબાજુ લોકો ગીરમાં સિંહ જોવા હજજારો રૂપિયા ખર્ચે છે ત્યારે અમરેલી વિસ્તારમાં જાહેરમાં આંટાફેરા કરતા સિંહ દેખાય છે.









