અરવલ્લીના શાંત પર્વતો અત્યારે યુદ્ધનું મેદાન બની રહ્યા છે. અરવલ્લી તેની આકર્ષક પર્વતમાળાને લઈને આકર્ષણનું કેન્દ્ર હતું. પરંતુ હવે આ સુંદર પર્વતો પર કોઈની જાણે નજર લાગી છે. 100-મીટર ઊંચા આ પર્વતો ફક્ત ગુજરાત જ નહીં ચાર રાજ્યોમાં વિસ્તરીત છે. આ પર્વતમાળા અત્યારે પોતાના અસ્તિત્વને લઈને સંકટ ઉભુ થયું છે. સ્થાનિકો અરવલ્લી હિલ તરીકે જાહેર થયેલા ચૂકાદાનો વિરોધ કરી રહ્યા છે. ઇડર ગઢ સમિતિ હવે પર્વતમાળા બચાવવા મેદાને આવી છે. અને આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
ઇડર ગઢ બચાવો સમિતિ મેદાને
ગુજરાત જ નહીં રાજસ્થાનના લોકો પણ અરવલ્લી પર્વતમાળાને બચાવવા મેદાને આવ્યા છે. સાબરકાંઠાના લોકો ઇડરમાં થતું ખનન રોકવા મેદાને પડયા છે. સ્થાનિકોએ કહ્યું કે અમે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના તમામ લોકોને અમને સહયોગ આપવા અપીલ કરીએ છીએ. અરવલ્લી પર્વતમાળા અનેક પક્ષીઓનું આશ્રય સ્થાન છે. આ ફક્ત પ્રવાસનું નહીં પરંતુ ધાર્મિક સ્થાન છે. અરવલ્લી પર્વત માળામાંથી અમે એક પણ કાંકરો ખરવા નહીં દઈએ તેવી આ સમિતિએ ચીમકી ઉચ્ચારી છે.
સુપ્રીમ કોર્ટના નિર્ણયનો વિરોધ
સુપ્રીમ કોર્ટ દ્વારા અરવલ્લી હિલ્સ અંતર્ગત સો મીટરથી ઓછી ઊંચાઈ ધરાવનારી જગ્યાને ડુંગર કે પહાડની ગણનામાંથી છૂટ અપાઈ છે ત્યારે સાબરકાંઠાના ઇડર ગઢ બચાવો સમિતિ એ આજે સુપ્રીમ કોર્ટના ચુકાદા નો વિરોધ કર્યો છે તેમજ કોઈપણ ભોગે આ ધરોહર ને બચાવવા આંદોલન ની પણ ચીમકી આપી છે. સુપ્રીમ કોર્ટ દ્વારા અરવલ્લી હિલ તરીકે અપાયેલો ચુકાદો સાબરકાંઠાના ઇડર વિસ્તારના લોકો માટે વિરોધાભાસ નો સૂર બની ચૂક્યો છે.
આકર્ષક છે અરવલ્લીની પર્વતમાળા
800 કિલોમીટરથી વધુ ફેલાયેલી છે અરવલ્લીની પર્વતમાળા. જેમાંથી આશરે 550 કિલોમીટર રાજસ્થાનમાં આવે છે. સરકારી અને ટેકનિકલ અભ્યાસો અનુસાર, રાજસ્થાનની આશરે 90 ટકા ટેકરીઓ 100 મીટર ઊંચાઈની જરૂરિયાતને પૂર્ણ કરતી નથી. આનો અર્થ એ થયો કે જો નવી વ્યાખ્યા લાગુ કરવામાં આવે છે, તો રાજ્યની માત્ર 8 થી 10 ટકા ટેકરીઓ કાયદેસર રીતે અરવલ્લી ગણાશે, જ્યારે બાકીના વિશાળ વિસ્તારને સંરક્ષણ કાયદામાંથી બાકાત રાખવામાં આવી શકે છે.









