ફાર્માના માલિકો પ્રતિબંધિત દવાઓ બનાવતા હતા અને કેન્દ્રીય નાર્કોટિક્સ બ્યુરોએ ગાંધીનગરથી કરી ધરપકડ, પતિ-પત્નીનેને પાલનપુરની કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કર્યા છે, તો પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, ઝડપાયેલ આરોપી ફાર્મા સ્યુટિકલ કંપનીના માલિક પ્રતિબંધિત દવાઓ બનાવતા હતા. કેન્દ્રીય નાર્કોટિક્સ બ્યુરોની ટીમે ગેરકાયદેસર નકલી દવાઓના મામલે થરાદ અને ધાનેરામાં રેડ કરી હતી.


[[$googlead]]

ગાંધીનગરથી પકડાયેલા સમીક્ષા મોદી અને સુનિલ મોદી બંને ફરાર હતા

તેમને પકડીને ગઈકાલે પાલનપુર કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવ્યા હતા. કેન્દ્રીય નાર્કોટિક્સ બ્યુરોએ નકલી દવાઓના માર્કેટમાં વેચાણના મામલે કડક તપાસ કરી હતી. પકડાયેલા આરોપીઓના ઘરે સર્ચ કરતાં ત્યાંથી અધિકૃત દવાઓના બિલ સાથેનો જથ્થો મળી આવ્યો છે. સાથે જ ₹3.80 લાખની રોકડા રકમ અને ગર્ભપાત માટેની પ્રતિબંધિત દવાઓનો જથ્થો પણ મળી આવ્યો છે, જેના આધારે સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. હાલ તપાસમાં જાણવા મળ્યું છે કે પકડાયેલા આરોપીઓએ કરોડો રૂપિયાની કિંમતની આશરે 42 લાખ દવાઓ માર્કેટમાં સપ્લાય કરી હતી.

[[$alsoread]]
  • Follow us on: