બનાસકાંઠામાં વાવ થરાદમાં ખાતરની થેલીઓની બદલી ઇન્ડસ્ટ્રીયલ માટે ભરતા હોવાની વાત સામે આવી છે, પોલીસે ટ્રક સાથે બે લોકોને ઝડપી તપાસ હાથ ધરી છે અને પોલીસે કુલ 22 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે, ખેડૂતો માટેનું સબસીડીવાળુ યુરિયા ખાતરની થેલીઓ બદલી ઈન્ડસ્ટ્રીયલ ઉપયોગ માટે ભરતા હતા.


[[$googlead]]

પોલીસે 22 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

ભાભર પોલીસ રાત્રે પેટ્રોલિંગ હતી તે દરમિયાન હીરપુરા ગામેથી યુરિયા ખાતરનો જથ્થો ઝડપ્યો છે, રાત્રે ટ્રક મારફતે કેટલાક ઈસમો ગોડાઉનમાંથી યુરિયા ખાતરની થેલીઓ બદલી જથ્થાની હેરાફેરી કરતા પકડાયા છે, પોલીસે ખાતરના બીલ તેમજ બીલ્ટી સ્થળ પર માંગતા મળી ન હતી અને ખેડૂતો માટેનું સબસીડીવાળુ યુરિયા ખાતરની થેલીઓ બદલી ઈન્ડસ્ટ્રીયલ ઉપયોગ માટે ભરતા પોલીસે ઝડપ્યા છે, પોલીસે શંકાસ્પદ લાગતા ટ્રક યુરિયા ખાતર તેમજ રાસાયણિક ખાતરનો જથ્થા સાથે સાધન સામગ્રી રૂ.૨૨ લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી ગોડાઉનને સીલ માર્યુ છે.

ટ્રક સાથે બે ઈસમોને ઝડપી જેલ હવાલે કર્યા એક ફરાર

પોલીસે ખેતીવાડી અધિકારીને જાણ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે, ખેતીવાડી અધિકારીએ ખાતરના નમૂના લઈ ચકાસણી અર્થે લેબોરેટરીમાં મોકલ્યા છે અને ભાભર વિસ્તારમાં યુરિયા ખાતરની દુકાનદારો કૃત્રિમ અછત ઊભી કરી કરે છે કાળાબજાર, પોલીસે યુરિયા ખાતરનો જથ્થો ઝડપી કર્યો કાળાબજારનો પર્દાફાશ.

[[$alsoread]]

 

  • Follow us on: