ગુજરાતમાં આજે સવારથી વાતાવરણ તંગદિલીભર્યું છે. ગઈકાલે સોમવારના રોજ દિલ્હીમાં બોમ્બબ્લાસ્ટ થયો. દિલ્હી બ્લાસ્ટના સમગ્ર ગુજરાતમાં પડઘા પડયા. રાજયભરમાં આજે અંબાજી, શામળાજી, ડાકોર સહિતના પ્રખ્યાત મંદિરોની સુરક્ષામાં વધારો કરાયો. બનાસકાંઠાના દાંતામાં આવેલ અંબાજી મંદિર ફક્ત ભારત જ નહીં વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. અંબાજી મંદિરે લાખો ભક્તો દર્શન કરવા આવે છે. એટલે ભક્તોની સુરક્ષાને લઈને આજે અંબાજી મંદિરની સુરક્ષા કડક કરવામાં આવી.


[[$googlead]]

અંબાજી મંદિરમાં વધારી સુરક્ષા

પ્રખ્યાત અંબાજી મંદિરમાં દિલ્હી બ્લાસ્ટને પગલે સુરક્ષા વધારવામાં આવી. અંબાજી મંદિર જતા ભકતોએ આજે સાવચેતી રાખવી. મંદિરમાં શક્તિ દ્વાર ખાતે મેટલ ડિટેક્ટરથી સઘન ચેકિંગ કરવામાં આવશે. અંબાજી મંદિરમાં 24 કલાક LMG ગાર્ડની ટુકડી તૈનાત કરાઈ. દરમિયાન શંકાસ્પદ વસ્તુ અને સ્થાન પર ડૉગ સ્ક્વૉડ સહિતની ટીમો દ્વારા ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. મંદિરમાં જતા ભક્તોને પણ અપીલ કરાઈ છે કે તેઓ વધારાની વસ્તુઓ સાથે રાખી નહી. અને કોઈ વસ્તુ શંકાસ્પદ લાગતા તરત તંત્રને જાણ કરે. બ્લાસ્ટને પગલે બનાસકાંઠા જિલ્લામાં પોલીસ તંત્ર સંપૂર્ણપણે એક્શન મોડ પર આવી ગયું છે, ખાસ કરીને ગુજરાત-રાજસ્થાન સરહદ પર સુરક્ષા વ્યવસ્થાને ચુસ્ત કરી દેવામાં આવી છે.

દેશમાં મહત્વના સ્થાનો પર હાઈએલર્ટ

રાજ્યભરમાં આજે હાઈએલર્ટ કરતા સરહદો અને હાઈવે પર ચેકિંગ વધારવામાં આવ્યું. દિલ્હી બ્લાસ્ટમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 પાસે વિસ્ફોટ થયો હતો. આ દુર્ઘટનામાં 8થી વધુ લોકોના મોત અને 30 જેટલા લોકો ઘાયલ થયા હતા. પીએમ મોદીએ પણ આજે આ ઘટનાને વખોડતા દોષિતોને નહીં છોડવામાં આવે તેવી ટિપ્પણી કરી હતી. દિલ્હી બ્લાસ્ટ ઘટનાને લઈને તંત્ર દ્વારા તમામ સ્તરે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.  આ કામગીરીમાં પોલીસ સહિત ક્રાઈમ બ્રાન્ચ અને રિઝર્વ પોલીસ સહિત 1,000 થી વધુ પોલીસ કર્મચારીઓ સામેલ છે. સમગ્ર દેશમાં મહત્વના સ્થાનો પર આજે હાઈએલર્ટની સ્થિતિ છે.

[[$alsoread]]
  • Follow us on: