બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાની કોદરામ દૂધ મંડળીમાં પશુપાલકોએ હોબાળો કર્યો છે. મંડળીમાં 11 લાખ રૂપિયાના દૂધની ઘટ મામલે હોબાળો મચી જવા પામ્યો છે. ડેરીના ચેરમેને દૂધની ઘટ મામલે વિચિત્ર કારણ રજૂ કર્યું છે. ગ્રામજનોએ દૂધના ભાવ વધારા મામલે હોબાળો મચાવ્યો છે.કોદરામ દૂધ મંડળીમાં 11 લાખના દૂધના જથ્થામાં ઘટ આવી હોવાનો પશુપાલકોએ આક્ષેપ કર્યો છે.આ ઘટ મામલે ડેરીના ચેરમેને વિચિત્ર કારણ રજૂ કર્યું હતું. ચેરમેને કહ્યું હતું કે, પંખાના વાઈબ્રેશનને કારણે આ ઘટ આવી છે. પંખાના કારણે દૂધના વજનનું બેલેન્સ નહીં રહેતા આ ઘટ આવી છે.
મંડળીમાં સગવડ ન હોવાથી નફો થતો નથી
રવિવારે ગામમાં મંડળીની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. ડેરી દ્વારા સાધારણ સભામાં 6.25 ટકા ભાવ વધારો જાહેર કર્યો હતો. આ ભાવ વધારો ઓછો હોવાથી તેને બહાલી આપવામાં આવી નહોતી. ગ્રામજનો આ ભાવ વધારાથી નારાજ થયા હતાં. બીજી બાજુ દૂધ મંડળીના ચેરમેને રજિસ્ટરમાં 11 લાખની દૂધની ઘટ દર્શાવી હોવાનો પશુપાલકોએ આક્ષેપ કર્યો હતો. ચેરમેન ચેલા ચૌધરીએ કહ્યુ હતું કે, આ બધી ઉપજાઉ બાબતો છે.દૂધની કપાતના માત્ર 6 લાખ રૂપિયા છે.બીજા ડેરીની અગવડતાને લઈ અલગ અલગ દંડ મળ્યા છે.સત્તા માટે તડપડતા લોકો આ બધું કરે છે.મંડળીનું બિલ્ડીંગ પણ નથી બનાવવા દેતા.જુના બિલ્ડીંગને કારણે જ મોટા ભાગનો દંડ આવ્યો છે.મંડળીમાં સગવડ ન હોવાથી નફો થતો નથી. અમારી સામે ચૂંટણી લડનાર ખોટા મુદ્દા ઉભા કરે છે.પંખા દૂધ પી ગયા આવું કોઈ સ્ટેટમેન્ટ આપ્યું જ નથી.









