બનાસકાંઠાના પાલનપુરમાં જાતિના દાખલાને લઈ આદીવાસી સમાજે વિરોધ કર્યો છે. પાલનપુર કલેક્ટર કચેરીમાં આદિવાસી સમાજના નાગરિકોએ વિરોધ કર્યો હતો. દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડીએ કલેક્ટર કચેરીના પગથીયે બેસીને ધરણાં યોજ્યા હતાં. સરકારી નોકરીમાં ઓર્ડર નહીં મળતા રજૂઆત કરવામાં આવી હતી. જિલ્લા કલેકટર કચેરીના પ્રાંગણમા આદિવાસી સમાના લોકોએ ધામા નાખ્યા હતાં.


[[$googlead]]

પાલનપુર કચેરી ખાતે વિરોધ કર્યો હતો

આદિવાસી સમાજના સરકારી નોકરી મેળવનાર લોકોને જાતિના દાખલા નહીં મળતાં વિરોધ કરવામાં આવ્યો હતો. જાતિનો દાખલો કઢાવવા માટે મુશ્કેલી પડતી હોવાથી સમાજના નાગરિકોએ પાલનપુર કચેરી ખાતે વિરોધ કર્યો હતો. જિલ્લા કલેકટર કચેરીના પ્રાંગણમા આદિવાસી સમાના લોકોએ ધામા નાખ્યા હતાં. દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડી કલેક્ટર કચેરીના પગથીયે બેસી ગયા હતાં અને વિરોધ કર્યો હતો. આદિવાસી સમાજના ઉમેદવારોને ઓર્ડર ન મળવા મામલે પણ રજુઆત કરાશે.

[[$alsoread]]

  • Follow us on: