મગફળી,દાડમ,એરંડા, જુવારના પાકને વ્યાપક નુકસાન થયું છે, એક વર્ષની મહેનત ક્ષણમાં બગડી ગઈ છે તેવું ખેડૂતોનું કહેવું છે, કુદરત રુઠતા મોઢે આવેલો કોળિયો છીનવાયો છે, હજુ પણ ઘણા વિસ્તારમાં ખેતરો પાણીમાં ગરકાવ છે અને બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના આકોલી ગામ ના ખેતરોમાં વરસાદી પાણી ફરી વળતા લાખો રૂપિયા ના તમામ પાક બળી ને ખાખ થઈ જતાં ખેડૂતોને "રાતાપાણી" એ રોયા.
સરકાર સમયસર યોગ્ય સર્વે કરી આપે તેવી માંગ કરી રહ્યા છે ખેડૂતો
સરહદી વિસ્તારના વાવ તાલુકા ના આકોલી અને આજુ બાજુના ગામમાં ભારે વરસાદ પડતાં બાગાયતી પાકો વરસાદી પાણીમાં ગરકાવ થતાં મગફળી, દાડમ, એરંડા, બાજરી, જુવાર જેવા બાગાયતી અને અનાજના પાક વરસાદી પાણીમાં ગરકાવ થતાં વ્યાપક નુકસાન થયું છે. ખેડૂતોને પડતા પર પાટુ જેવું બની ગયું છે મોંઘા દાટ બિયારણ અને તનતોડ મહેનત ખર્ચ અને કરી પાકને બાળકની જેમ ઉછેર કરવા સમયે કુદરત રુઠતા ખેડૂતોને રોવા નો વારો આવ્યો છે હવે તો સરકાર સમયસર યોગ્ય સર્વે કરી આપે તેવી માંગ કરી રહ્યા છે ખેડૂતો.
ગડસિસર સહિતના વિસ્તારોના ખેતરો હજુ પણ પાણીમાં ગરકાવ જોવા મળે છે
ખેડૂતોને "ધરતી પુત્રો" કહેવાય છે, પણ આ આફતે તેઓ રડવા મજબૂર થયા છે. એક વર્ષની મહેનત ક્ષણમાં બગડી ગઈ છે પણ આ વરસાદી પાણી જલ્દી નિકાલ નહી થાય તો ત્રણ ત્રણ સીઝન બગડી શકે છે આવી રીતે આફતો આવે ત્યારે ખેડૂતો પાસે કોઈ રૂપિયા ના હોવાથી ઉછીના અને પાક ધિરાણ જેવા ઉપાડ કરી બિયારણ ખરીદી બાગાયતી ખેતી કરી રહ્યા પણ તેમ છતાં કુદરત રુઠતા મોઢે આયો કોળિયો છીનવાય છે, આકાશી દ્રશ્યોમાં પૂર અસરગ્રસ્ત ગામ આકોલી, ટોભા, સાબા, પાનેસડા, ગડસિસર સહિતના વિસ્તારોના ખેતરો હજુ પણ પાણીમાં ગરકાવ જોવા મળે છે.









