બનાસકાંઠામાં વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા બે દિવસથી રાત્રિ દરમ્યાન જિલ્લામાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારો જળબંબાકાર થયા. ભારે વરસાદને કારણે સાંતલપુર નજીક ભારતમાલા હાઇવે ક્ષતિગ્રસ્ત ગયો. ધોધમાર વરસાદના કારણે અનેક જગ્યાઓ પર રોડ રસ્તા તૂટી જવાના કારણે લોકો હાલાકી ભોગી રહ્યા છે. દાંતા તાલુકામાં સાડાચાર ઈંચ કરતાં વધુ વરસાદ ખાબકતા જનજીવન અસ્તવ્યસ્ત થયું.


[[$googlead]]


હલકી ગુણવત્તાવાળું કામનો સ્થાનિકોનો આક્ષેપ

[[$alsoread]]

જિલ્લામાં ભારે વરસાદની અસર સરકારના સૌથી મોટા પ્રોજેક્ટ એવા ભારતમાળા હાઇવે પર જોવા મળી. થરાદથી સાંતલપુર સુધી ખાડામાં રોડ હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે અને આ ભારતમાળા રોડ ઉપર મોટા મોટા ખાડા પડી ગયા છે જેના કારણે અહીંથી પસાર થતાં અનેક વાહનચાલકો મુશ્કેલી વેઠી રહ્યા છે અને સરકારના ભારત માલાના રોડમાં હલકી ગુણવત્તાવાળું કામ કરવામાં આવ્યું છે. આ સૌથી મોટા પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચાર થયો હોવાના વાહન ચાલકો આક્ષેપ કરી રહ્યા છે.

કરોડોના ખર્ચે બનેલ હાઈવે ક્ષતિગ્રસ્ત

ગામડાઓ અને શહેરોને જોડવા માટે ભારત સરકાર દ્વારા ભારતમાળા પ્રોજેક્ટ થકી રોડ બનાવવામાં આવ્યા છે સરકારના આ પ્રોજેક્ટમાં કરોડો રૂપિયા ખર્ચાઈ ચૂક્યા છે અને રોડ પણ તૈયાર થઈ ગયા છે જોકે થરાદ થી પસાર થતાં ભારતમાળા હાઇવે ઉપર સામાન્ય વરસાદમાં અનેક જગ્યાએ રોડ ધોવાઈ ગયો છે રોડ ઉપર મોટા મોટા ખાડા પડી ગયા છે કપચીને કાકરી બહાર આવી ગઈ છે અને તેના કારણે અનેક વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.

  • Follow us on: