બનાસકાંઠાના આકોલી, ટોભા, સાબાના ખેતરો પાણીમાં ગરકાવ થયા છે, પાનેસડા, ગડસિસરના ખેતરો પણ પાણીમાં ગરકાવ થયા છે, ખેડૂતોનું કહેવું છે કે, સુઈગામમાં 300થી વધુ પશુઓના મોત થયા છે અને એક વર્ષની મહેનત ક્ષણમાં બગડી ગઈ છે, તાત્કાલિક રાહતરૂપે ઘાસચારો અને મદદની માગ ખેડૂતોએ કરી છે, ખેડૂતોનું કહેવું છે કે, સરકારે તાત્કાલિક વળતર આપવું જોઈએ, વળતર ન મળે તો જીવવું મુશ્કેલ બનશે તેવું ખેડૂતો કહી રહ્યાં છે.


[[$googlead]]

બનાસકાંઠામાં વરસાદી તારાજીને લઈ ખેડૂતોએ આપ્યું આવેદનપત્ર

અસરગ્રસ્ત ખેડૂતોને ઝડપી સહાય આપવા માટે માગ કરી રહ્યાં છે, પૂરમાં પશુઓના મૃત્યુની ઝડપી સહાય આપવા માગ કરાઈ છે, દાંતીવાડા ડેમ ભયજનક સપાટી નજીક પહોંચવા આવ્યો છે અને ડેમમાંથી આવક પ્રમાણે નદીમાં પાણી છોડવા માટે માગ કરાઈ છે, ખેડૂતોના પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ આવે તેવી માગ કરાઈ છે, ભારતીય કિસાન સંઘે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું છે.

[[$alsoread]]
  • Follow us on: