થરાદ તાલુકાના ભોરલ ગામમાં વરસાદી પાણીના કારણે ગામની અંદર આવેલ ચારણવાસમાં પાણી ભરાઈ ગયું હતું અને તમામ ઘરો ડૂબવા પામ્યા હતા જેમાં ચારણ વાસમાં રહેતા 100 થી વધારે પરિવારોના ઘરમાં પાણી ઘુસ્યા હતા તેમજ પરિવારને ભારે નુકસાન થવા પામ્યું હતું જેમાં ઘરની અંદર રહેલ તમામ ઘરવખરી પણ નાશ પામી હતી વરસાદી પાણી હોવાથી ત્યાં પહોંચવા માટે પણ ટ્રેક્ટરનો ઉપયોગ કરવો પડતો હતો.


[[$googlead]]

ભોરલ ગામે તંત્ર પણ જોવા આવ્યું નથી તેવો આક્ષેપ સ્થાનિકોનો છે

તેમજ ચારણવાસમાંના લોકોનો આક્ષેપો એવા હતા કે પાણી ભરાઈને પાંચ પાંચ દિવસ થયા પણ હજી સુધી તેમની મુલાકાત માટે તંત્ર આવ્યું નથી તેમની કોઈએ સાર સંભાળ લીધી નથી તેમજ ચારણવાસના આગેવાન દેવિદાન ગઢવીએ જણાવ્યુ હતુ કે, ભોરલના ચારણવાસમાં બે દિવસ ભારે વરસાદ વરસ્યો તેના કારણે પાણી ભરાયા છે અને 100 થી વધારે પરિવારોની જીવન જરૂરિયાત વસ્તુઓ ખોવરાઈ ગઈ છે અને ભારે મુશ્કેલી ઉભી થઈ છે ત્યારે 2015 /17 ના પુરમાં પણ આવી ચારણવાસની હાલત હતી એટલે પાણીનું કાયમી નિકાલ આવે તેના માટે તંત્ર કામ કરે અને ફરી આવું પાણી ન ભરાય અને લોકોને મુશ્કેલીઓનો સામનો ના કરવો પડે તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી અમારી માગ છે.


[[$alsoread]]

  • Follow us on: