ટેકાના ભાવે મગફળીની ખરીદીના શ્રીગણેશ થયા છે, થરાદ માર્કેટયાર્ડ માં ટેકાના ભાવે મગફળીની ખરીદીનું ઉદ્ધાન કરાયું છે અને 11 ખેડૂતોને મેસેજ કરી 3 ખેડૂતો મગફળી લઈ APMC આવ્યા છે, સંઘ ચેરમેન સહિત ખેડૂતોએ એકબીજાને મીઠું મો કરી ખેડૂતો મગફળીની ખરીદી કરી ખેડૂતોની મગફળીની ટેકાભાવે વેચાણ થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી.
મગફળી, મગ, અડદ અને સોયાબીનની આજથી ટેકાના ભાવે ખરીદી, 15 હજાર કરોડથી વધુની સરકાર કરશે ખરીદી
ગુજરાતમાં આજથી ખેડૂતોના પાકની ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ છે. સરકાર ખેડૂતો પાસેથી મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી કરશે. રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી સહિત 22 જિલ્લાઓમાં વિવિધ કેન્દ્રો ઉપર સવારે 10 વાગ્યાથી ટેકાના ભાવે ખરીદી શરૂ કરાઈ છે. ખેડૂતોને SMS દ્વારા જાણ કરીને વેચાણ માટે ખરીદ કેન્દ્રો ઉપર બોલાવવામાં આવ્યા છે.









