અમીરગઢ સહિત બનાસકાંઠાના લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે, દાંતીવાડા ડેમ 59.10 ટકા ભરાયો છે અને દાંતીવાડા ડેમમાં પાણીની આવક 22267 ક્યુસેક નોંધાઈ છે, બનાસકાંઠામાં બનાસ નદીમાં પાણીની આવક નોંધાતા કલેકટર એકશનમાં આવ્યા છે અને નદીમાં ખનન કરતા વાહનો હટાવવા આદેશ કર્યો છે, નદી વિસ્તારની તમામ લીઝ બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે અને નદી પટમાં અવરજવર ન કરવા માટે આપી સૂચના.
બનાસકાંઠાના થરાદમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા
નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકો પરેશાન થયા છે અને કરોડોના ખર્ચે બનાવેલો ફોરલેન હાઈવે પણ પાણીમાં ગરકાવ થયો છે, વરસાદી પાણી ભરાતા એક તરફનો રસ્તો બંધ કરાયો છે અને થરાદથી વજેગઢ મુખ્ય રસ્તા પર વરસાદી પાણી ભરાયા છે, આશાપુરા સોસાટી વિસ્તારમાં પાણી ભરાતા હાલાકી સ્થાનિકોને પડી રહી છે.
બનાસકાંઠાના નડાબેટમાં ભરાયા પાણી
સુઈગામમાં નડાબેટના રણમાં પાણી ભરાયા છે, રણમાં પાણી આવતા રણ દરિયો બન્યું છે, સરહદી વિસ્તાર સુઈગામમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ધોધમાર વરસાદથી રણમાં ભરાયા પાણી.









