ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ભાજપ અને આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ સામે તોડકાંડનો આક્ષેપ કર્યો છે. તેમણે આમ આદમી પાર્ટીના નેતાઓએ 50 લાખ રૂપિયાનો તોડ કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે. મનસુખ વસાવાના આક્ષેપ બાદ રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ભરૂચમાં ચાલતી ઈન્ડસ્ટ્રીમાં પણ આપના લોકો તોડપાણી કરી રહ્યાં છે.મારા સિવાય કોઈ બોલતું નથી અને જે નેતા નથી બોલતા તે પણ આ તોડપાણી કરતા લોકો સાથે મળેલા છે. આ તોડપાણી કરતા લોકો સામે સામે હું લડવાનો છું.
આમ આદમી પાર્ટીના નેતા ટ્રાયબલ વિસ્તારમાં તોડ કરે છે
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ભાજપ અને આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ સામે તોડકાંડનો આક્ષેપ કર્યો છે. તેમના આક્ષેપ પ્રમાણે કેટલાક નેતાઓ સેટિંગ કરીને તોડ કરી છે. આમ આદમી પાર્ટીના નેતા ટ્રાયબલ વિસ્તારમાં તોડ કરે છે. તેઓ નાક દબાવીને પૈસા માંગે છે. તેમને તોડ કરવામાં કોઈ શરમ આવતી નથી. મારી સાથે ફરનારો વ્યક્તિ ભ્રષ્ટાચાર કરે તો તેને પણ નહીં છોડુ. આવી રીતે તોડ પાણી ચાલશે તો રાજ્યનો વિકાસ રૂંધાશે. મનસુખ વસાવાએ આક્ષેપ કર્યો હતો કે, નિરંજન વસાવા અને તેમના પત્નીએ કેવડિયામાં કરોડો રૂપિયાની જમીન લીધી છે. એક કેસમાં આમ આદમી પાર્ટીના નેતાએ 75 લાખ રૂપિયાની માગ કરી હોવાનું મારા ધ્યાને આવ્યું છે. વિકાસમાં ક્ષતિ હોય તો તેની તપાસ માગવી જોઈએ. રાજ્યમાં પ્રવાસ કરતા આમ આદમી પાર્ટીના નેતાઓ એજન્ટ પ્રકારના છે. આ લોકો ચોર શાહુકારને દંડે તેવી સ્થિતિનું નિર્માણ કરે છે.









