ભરૂચની જામા મસ્જિદમાં કેટલીક મહિલાઓએ ફૂલોના હાર અને શ્રીફળ મુકીને પૂજા કર્યાનો વીડિયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે. મહિલાઓ દ્વારા મસ્જિદમાં પૂજા કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પોલીસની હાજરીમાં આ પૂજા થઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. મુસ્લિમ સમાજના લોકોએ સમગ્ર બાબતે વિરોધ નોંધાવ્યો હતો. અગાઉ આ જગ્યાને લઈને આંદોલન થયું હતું.
ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદનો વિડીયો વાયરલ
ભરૂચની જામા મસ્જિદમાં કેટલીક મહિલાઓએ પૂજા કરી હોવાનો વીડિયો વાયરલ થતાં મુસ્લિમ સમાજે વિરોધ નોંધાવ્યો હતો. પોલીસની હાજરીમાં આ પૂજા કરાઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. અગાઉ આ જગ્યાને લઈને આંદોલન થયું હતું. આ મસ્જિદ શ્રીફળ વિહાર જૈન મંદિર હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ જગ્યા શ્રી ચક્રધારી સ્વામીનું જન્મસ્થળ હોવાનો પણ દાવો કરાયો છે. જામા મસ્જિદ હાલમાં પુરાતત્ત્વ વિભાગ હસ્તક છે. અહીં નિયમો વિરૂદ્ધ મદરેસાની પ્રવૃત્તિ ચાલતી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. અગાઉ સંત સમાજે પણ અહીં જૈન મંદિર હોવાનો દાવો કર્યો હતો. સંતોએ આ જગ્યા માટે ઉપવાસ આંદોલન પણ કર્યું હતું. આ ધરોહર પુરાતત્ત્વ વિભાગ પાસે હોવા છતાં ત્યાં નિયમો વિરૂદ્ધ મદરેસા સહિતની પ્રવૃત્તિ ચાલતી હોવાના આક્ષેપો થયા હતાં.









